હળવદઃ પિસ્તોલ અને કારતુસ સાથે એક શખ્શ ઝડપાયો: 10.12 લાખનો મુદામાલ કબ્જે

Advertisement
Advertisement

હળવદ : માળીયા – અમદાવાદ હાઇવે ઉપર હળવદ પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી કવાડિયા ગામના પાટિયા પાસેથી પસાર થતી કારને અટકાવી તલાશી લેતા રાજસ્થાનના વતની કાર ચાલકના કબ્જામાંથી એક પિસ્તોલ, મેગજીન અને 17 જીવતા કારતુસ મળી આવતા પોલીસે કાર સહિત 10.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદ – માળીયા હાઇવે એક કારમાં હથિયાર સાથે એક શખ્સ પસાર થનાર છે જે બાતમીને આધારે હળવદ પોલીસે કવાડિયા ગામના પાટિયા નજીક વોચ ગોઠવી જીજે-27 – ઈસી-9798 નંબરની કારને અટકાવી તલાશી લેતા મૂળ રાજસ્થાનના વતની કાર ચાલક આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી રહે. હાલ શ્રીનાથ રેસિડેન્સી, આકૃતિ ટાઉનશીપ, નારોલ, અમદાવાદ વાળાના કબજામાંથી એક પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર, એક મેગજીન કિંમત રૂપિયા 500 તેમજ જીવતા કારતુસ કિંમત રૂપિયા 1700 મળી આવતા મહિન્દ્રા એક્સ્યુવી કાર કિંમત રૂપિયા 10 લાખ સહિત કુલ રૂપિયા 10,12,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.