મોરબી: ભાજપને સ્ટેજ આપતા આમ આદમી પાર્ટી એ તંત્ર પાસે જવાબ માંગ્યો !

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા ના કામો નું ખાત મુહુર્ત સમયે સુપર સીટ થયેલા નગરપાલિકા ના પ્રતિનિધિઓ તથા ભાજપના હોદ્દેદારો ને સ્ટેજ આપતા આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પાસે જવાબ માગ્યો

હમણાં જ અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર બાગ ને અંદાજે એક કરોડ ના ખર્ચે નવીનીકરણ થવા જઈ રહ્યું છે જે મોરબી માટે ગૌરવ લેવા જેવી વાત છે કેમ કે ૩૦ વર્ષ થી ભાજપ નાં ધારાસભ્ય હોય અને મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું છતાં મોરબીમાં સારાં બાગ બગીચા કે સારી સુવિધાઓ વાળું પર્યટન સ્થળ નથી જે મોરબી માટે દુખદ બાબત છે પણ મોરબી નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બનતા ની સાથે જ નવાં આવેલા કમીશ્નર દ્વારા મોરબી સરદાર બાગ ને નવીનીકરણ ની જાહેરાત કરી અને ખાત મુહુર્ત કરવામાં આવ્યું પણ જાણવા મળતી માહિતી પ્રમાણે આ ખાત મુહુર્ત સમયે સુપર સીટ થયેલી મોરબી નગરપાલિકાના જનપ્રતિનિધિઓ અને મોરબી ભાજપ નાં હોદ્દેદારો ને સ્ટેજ અપાયું હતું. તો આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા તંત્ર પર અનેક સવાલો કર્યા છે.. શું આ સરદાર બાગનું નવીનીકરણ કરવા માટે ભાજપ કે ભાજપ વાળા ફંડ આપશે..?? જો ભાજપ વાળા ફંડ આપશે તો એમનાં પુરાવા પ્રજા સમક્ષ રજૂ કરો..? જો ભાજપ કે તેનાં હોદ્દેદારો જો ફંડ ન આપેલ હોય તો તેમને ખાતમુહૂર્ત સમયે સ્ટેજ પર કેમ બેસાડવામાં આવ્યા..?? જો આ પ્રસંગ રાજકીય પ્રોગ્રામ હોય તો સરકારી કમીશ્નર અને બીજા સરકારી અધિકારીઓ ત્યાં કેમ હાજર હતા.? જો ભાજપ ના હોદ્દેદારો રાજકીય આગેવાન તરીકે આવ્યા હતા તો આમ આદમી પાર્ટી અને બીજા પક્ષો ના હોદ્દેદારો ને આમંત્રણ કેમ આપવામાં આવ્યું ન હતું..? શું મોરબી માં કમીશ્નર એક ભાજપ ની કઠપુતળી તરીકે કામ કરશે.??આવાં અનેક સવાલો તંત્ર ને પુછવામાં આવ્યાં હતાં. અને સાથે સાથે આ પ્રસંગને ભાજપ પ્રેરિત ગણાવ્યો હતો