સમગ્ર ગુજરાતમાં આવનારા દિવસોમાં મકરસંક્રતિ ના તહેવારને લઈને હર્ષ ની લાગણી જોવા મળી રહી છે પરંતુ કયાંક ને ક્યાંક અમુક અસામાજિક તત્વો જે આ તહેવાર જોઈ નથી શકતા કારણકે રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં વેચાણ કરી રહ્યા છે
શહેરના મકારાણીવાસમાં રહેતો સાહિલ નામનો શખ્સ પોતના રહેણાંક મકાનમાં પર્યાવરણ તેમજ પક્ષીઓ અને માનવજાતને હાનિ પોહ્ચાડવાના ઇરાદે બિન અધિકૃત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળતા તુરંત દરોડા કરીને આરોપી સાહિલને 180 ફીરકી સહિતના 1.17 લાખના મુદામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી



