ટંકારામા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની ૫૮ ફિરકી સાથે એક પકડાયો.

Advertisement
Advertisement
ચાઈનીઝ દોરા ના વેંચાણ પર પ્રતિબંધ હોવા છતા ઉતરાણ પર્વ ઉપર સામાન્ય દોરા કરતા ચાઈનીઝ દોરી મા કમાણી વધુ હોવાથી લેભાગુઓ ખાનગીમા દોરા વેચાણ કરતા હોય છે. ત્યારે ટંકારા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા ટંકારાના એક શખ્સને ૫૮ ફીરકી ના જથ્થા સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ ઉતરાયણ પર્વ ઉપર વેંચાણ રોકવા મોરબી જીલ્લા પોલીસ એકશન મુડ મા આવી ગઈ છે. અને સંક્રાંત પૂર્વે જ પતંગ દોરાના ધંધાર્થીઓ ઉપર સિફતપૂર્વક નજર કેન્દ્રિત કરી દીધી હોય એમ ટંંકારા પોલીસ સિફતપૂર્વક કામગીરી હાથ ધરી હતી અને છાને ખૂણે પંથક મા ચાઈનીઝ દોરીનુ વેચાણ કરનારા શખ્સોને પકડવા કાર્યરત હતી એ દરમિયાન શહેરના બાહ્ય વિસ્તારમા આવેલા કલ્યાણપર રોડ પર દરગાહ પાસે ટંકારાની મઠવારી શેરીમા રહેતો અફઝલ ઈબ્રાહીમ માડકીયા નામનો યુવાન શખ્સ ચાઈનીઝ દોરીનુ વેચાણ કરી રહ્યો હોવાની હકીકત સામે આવતા પોલીસ ઈન્સપેકટર એસ.કે. ચારેલ પોલીસ ટીમના જયપાલસિંહ જાડેજા તેજાભાઈ ગરચર સહિતના સ્ટાફ સાથે પહોંચી અફઝલને પ્રતિબંધિત ચાઈનીઝ નાઈલોન દોરી ની ફીરકી નંગ ૫૮ કીમત રૂ ૮૭૦૦ સાથે પકડી પાડી અટક કરી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.