ટંકારા: હરબટીયાળી પ્રા.શાળા મા નાતાલ મા શાંતા ને બદલે ભૂલકાઓ રામ કૃષ્ણ બન્યા.

Advertisement
Advertisement
જ્ઞાન સાથે પાયા થી જ ધાર્મિક મુલ્યોનુ સિંચન કરવા શાળા મા શિક્ષિકા એ છાત્રો પાસે તુલસી પુજન કરાવી શિક્ષણ સાથે ધર્મ ના પાઠ ભણાવ્યા…
હાલ ઈ યુગ મા પશ્ર્ચિમી સંસ્કૃતિ ના આક્રમણ વચ્ચે ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શાસ્ત્રોના સંસ્કાર સનાતન ધર્મ થી સમાજ વિચલીત થતો બચાવવા અને સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મ શાસ્ત્રોનુ રક્ષણ કરવા માટે ટંકારાના હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા દ્વારા કિશ્ચિયનોના તહેવાર નાતાલ ઉપર બાળકોને શાંતા બનાવવા ના બદલે શાળામા બાળકો ને હિંદુ ધર્મ ના મહાભારત રામાયણ સહિતના શાસ્ત્રો અને ધર્મ સાથે જોડાયેલા પાત્રો ની વેશભૂષા ધારણ કરાવી ભૂલકાઓ પાસે તુલસી પુજન કરાવી ટાબરીયાઓને અભ્યાસ સાથે ધર્મ નો મર્મ સમજાવી ધર્મ પ્રત્યે જાગૃતિ આવે એવો કેળવણી સાથે ધર્મ પ્રત્યે લગાવ વધે અને પાયાથી જ જાગૃતિ આવે એવો સરાહનીય પ્રયાસ કરાયો હતો.
વર્તમાન સમયે પશ્ર્ચિમી સંસ્કૃતિ પ્રાચીન સંસ્કાર અને સંસ્કૃતિ ઉપર હાવી થતી હોય એવા દ્શ્ય તાદશ થતા જોવા મળે છે એ વખતે એને બ્રેક મારવા ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા નાનકડા હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળાએ સરાહનીય પ્રયાસ કર્યો હતો. જેમા, શાળા મા ફરજ બજાવતા શિક્ષિકા ગીતાબેન સાંચલા એ ક્રિશ્ર્ચિન પર્વ નાતાલ ના તહેવાર ઉપર ભૂલકાઓને શાંતા બનાવવા ને બદલે શાળામા ભણતા ભૂલકાઓને પાયાથી જ ધર્મ પ્રત્યે જાગૃતિ આવવા સાથે પ્રાચીન સંસ્કૃતિ અને શાસ્ત્રો મા રૂચિ જળવાઈ રહે એ માટે હિંદુ ધર્મ ના મહાન ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર રામાયણ અને મહાભારત ના રામ કૃષ્ણ સહિતના પાત્રો ની વેશભૂષા ધારણ કરાવી બાળકો પાસે તુલસી પુજન કરાવી અભ્યાસ ની કેળવણી સાથે ધાર્મિક જ્ઞાન પિરસવાનો વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમનો હેતુ વર્તમાન શિક્ષણના ફાસ્ટ યુગમા કેળવણી મહત્વની હોવાથી બાળકો માત્ર પુસ્તકિયા કીડા બની રહેવાના બદલે ભૂલકાઓ પાયા થી જ શિક્ષિત બને અને ધર્મ નુ મહત્વ પણ સમજતા થાય અને વર્તમાન ડીજીટલ યુગમા પશ્ર્ચિમી સંસ્કૃતિ ના પ્રવાહ મા ખેંચાય નહીં પરંતુ મૂળ પ્રાચીન શાસ્ત્રો સંસ્કૃતિ અને ધર્મ નો મર્મ સમજી શકે જ્ઞાન સાથે સંસ્કાર અને ધર્મના મુલ્યોનુ સિંચન થાય એવા ઉદ્દેશ સાથે તુલસી પુજન, તુલસીનુ મહાત્મ્ય સમજાવી વિધાર્થીઓને ધર્મ નો મર્મ સમજાવ્યો હતો.