હોટલ કમ્ફર્ટ મા જુગાર દરોડો પડ્યો ત્યારથી દોઢ મહિના થી ચાલતા પોલીસના તોડ કાંડ ઉપર થી અંતે પડદો ચિરાયો છે અને સ્ટેટ મોનિટરીંગ સેલે પો.ઈ. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ વિરૂધ્ધ એના તાબા ના થાણા મા ગુનો દાખલ કરાવ્યો હતો. ટંકારા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાતા રેડ પાડનારી પોલીસ ની હકુમત હેઠળના થાણા મા ગુનો નોંધાવાની સૌરાષ્ટ્ર ની કદાચિત પ્રથમ ઘટના હશે.

દોઢ મહિના પહેલા ટંકારા પોલીસે હોટલમા રમાતા હાઈ પ્રોફાઈલ જુગારધામ મા પડેલા પોલીસના દરોડા બાદ સતત આ પ્રકરણ ચર્ચા ની એરણે રહ્યા બાદ અંતે શુક્રવારે દરોડો પાડનારી પોલીસ ઉપર એના જ પોલીસ સ્ટેશન મા રાજય સરકાર ના ગૃહ વિભાગ ની એસએમસી ટીમે તપાસના અંતે એકતાલીસ લાખ જામીન ઉપર મુક્ત કરવાના અને દસ લાખ મિડીયા મા જુગાર મા પકડાયેલાઓના ફોટા પ્રસિધ્ધ ન કરવાના કરાયેલા તોડ નો ગુનો નોંધાવતા પોલીસે કરેલા તોડ કાંડ નો પડદો ચિરતા ભ્રષ્ટાચારીઓના હાજા ગગડી ગયા હતા.
ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક રાજકોટ હાઈવે પર આવેલી કમ્ફર્ટ હોટલમા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર ટંકારા પોલીસે આજથી દોઢ મહિના પૂર્વે દરોડો પાડી ૬૩ લાખ થી વધુના મુદ્દામાલ સાથે નવ શખ્સો સામે જુગારધામ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. જોકે, જુગાર દરોડા બાદ સ્થાનિક પોલીસ શરૂઆતથી જ શંકાના ઘેરામા આવી હતી. અને આ પ્રકરણે સ્થાનિક પોલીસે મોટો તોડ કર્યા ની કાગારોળ ગૃહવિભાગ સુધી પહોંચ્યા બાદ સ્ટેટ મોનિટરીંગ સેલે તપાસની કમાન સંભાળી ગત તા. ૬ ડીસેમ્બરે Smc એ જાત તપાસ કરવા સ્થાનિક સ્થળે પહોંચી હતી.અને બીજે જ દિવસે શનિવારે પીઆઈ અને જમાદારને સસ્પેન્ડ કરી આકરા પગલા ના એંધાણ આપી દઈ ટંકારાના પીઆઈ આણી મંડળીએ એકાવન લાખ જુગારધામમા અટકમા લેવાયેલા ખેલૈયાઓ પાસે થી કટકટાવ્યા હોવા ઉપરાંત, જુગાર રેડ મા બાર લાખ રૂપિયા દેખાડવા માટે પણ પકડાયેલા શખ્સો પૈકીના પાસેથી વધારાના કઢાવ્યા હોવાના અહેવાલ દિવ્યભાસ્કરે બે દિવસ પૂર્વે ગત તા.૧૦ મી એ પ્રસિધ્ધ કર્યા હતા. જે અહેવાલ અક્ષરશઃ સાચા પડ્યા હતા અને આજે શુક્રવારે SMC એ જાતે ફરીયાદી બની જુગારનો દરોડો પાડનાર થાણા અમલદાર વિરૂધ્ધ તેના જ હવાલા વાળા થાણા મા રેડ મા ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરીયાદ દાખલ કરાવતા સૌરાષ્ટ્રભરમા ભારે ખળભળાટ મચ્યો છે. ટંકારા પોલીસ સ્ટેશનમા SMC ના પોલીસ ઈન્સપેકટર આર.જી.ખાંટે ટંકારા પોલીસ સ્ટેશનમા હોટલ કમ્ફર્ટ મા ટંકારા પોલીસે ગત ૨૭ ઓક્ટોબરે નોંધાયેલ જુગારધામ ની રેડ મા દરોડો પાડનારા પોલીસ ઈન્સપેકટર વાય.જી.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરૂધ્ધ જુગાર દરોડા બાદ અટક મા લીધેલા નવ ઈસમો પાસેથી જામીન પર છોડવા ૪૧ લાખ અને મિડીયા મા જુગાર મા પકડાયેલાઓ ના ફોટા પ્રસિધ્ધ નહીં કરવાના અને સાચા નામ ને બદલે ભળતા નામો મિડીયા ને આપી જુગાર મા પકડાયેલા શખ્સો ને છાવરવા ના ૧૦ લાખ બળજબરી પૂર્વક ખંખેરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનુ તપાસમા ખુલતા પો.ઈ. અને કોન્સ્ટેબલ વિરૂધ્ધ વિધીવત ફરીયાદ નોંધાવી હજુ આગળ ની તપાસમા જે પોલીસ ની સંડોવણી ખુલે એમના વિરૂધ્ધ એફઆઈઆર નોંધાવી હતી. ફરીયાદ મા સંડોવાયેલા બંને અધિકારી અને કર્મચારી રાજ્ય સેવક હોવા છતા કાયદાના આદેશની અવહેલના કરી, પંચનામા-ફરીયાદમા ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી અને તે પુરાવાઓ કોર્ટ મા મોકલી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કૃત્ય સિધ્ધ કરવાના હેતુ પાર પાડવા માટે ગુનાહિત કાવતરૂ રચ્યુ હોવાનો ગુનો નોંધાવ્યો હતો.
———-;———————————————————————
જુગાર ની રેડ પાડનારી પોલીસ જ તોડ કાંડ મા ગુનેગાર
—————————————————————————–
ટંકારા નજીક કમ્ફર્ટ હોટલમા પડેલા જુગારધામ મા દરોડો પાડનારી ટંકારા પોલીસે જ દરોડા બાદ અટક મા લેવાયેલા નવ ખેલૈયાઓ પાસેથી જામીન મુક્ત કરવા અને મિડીયા મા ફોટા નહીં પ્રસિધ્ધ કરવા તથા પકડાયેલા ઈસમોના ભળતા નામો મિડીયા ને આપી છાવરવા ના માથાદીઠ છ લાખ લેખે માંગણી કરી હતી અને જામીન પર છોડવાના ૪૧ લાખ અને મિડીયા થી બચાવવા ના ૧૦ લાખ આમ કુલ ૫૧ લાખ તોડ કરવાનો ભાંડાફોડ થતા દરોડો પાડનારી પોલીસ જ ગુનેગાર બની ગઈ હતી. ભ્રષ્ટાચારનો ગુનો આચરનારા બંને પોલીસ અધિકારી અને કર્મચારી એ જુગાર મા દર્શાવેલા બાર લાખ રૂપિયા પણ જુગાર મા પકડાયેલા વિમલભાઈ પાદરીયા ના મિત્ર સુમિત અકબરી મારફતે રાજકોટ થી તાબડતોબ મંગાવી જુગાર મા દેખાડયા હતા. આમ, જુગાર ની રેડ કરનારી પોલીસ ની હકુમત હેઠળના થાણા મા એના વિરૂધ્ધ જ ફરીયાદ નોંધાવા ની કદાચ સૌરાષ્ટ્ર મા પ્રથમ ઘટના હશે. પોલીસ ઉપર દાખલ થયેલ એફઆઈઆર ની વધુ તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી ને સુપરત થયાનુ જાણવા મળ્યુ છે.
—————————————————————————–
હોટલ કમ્ફર્ટ મા ટોકન પર જુગાર રમતા ઝડપાયેલા ઈસમો
——-;———————————————————————
ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક રાજકોટ મોરબી હાઈવે પર આવેલી હોટલ કમ્ફર્ટ ના રૂમ નં ૧૦૫ મા ટોકન સિસ્ટમ થી જુગારધામ ધમધમતુ હોવાની મળેલી હકીકત બાદ ગત તા. ૨૬ ઓક્ટોબર ની મોડી રાત્રે ટંકારા પોલીસે દરોડો પાડી જુગાર રમતા પકડી પાડેલા નવ ઈસમોને પોલીસ મથકે લાવી તા. ૨૭ ના પોલીસે આ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
(૧) તિરથભાઈ અશોકભાઇ ફળદુ
(૨) નિતેષભાઈ ઉર્ફે નિતીનભાઈ નારણભાઈ ઝાલરીયા,
(૩) ભાસ્કર પ્રભુદાસ પારેખ.
(૪) વિમલભાઈ રામજીભાઈ પાદરીયા
(૫) રઘુવિરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા.
(૬) કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ
(૭) શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર
(૮) ગોપાલ રણછોડભાઈ સભાડ
(૯) ચિરાગ રસીકભાઈ ધામેચા