વતન ટંકારામા વિજ વિભાગ માથી વય નિવૃત થઈ ટંકારાના જીવાપરા વિસ્તારમા નિવૃત્ત જીવન ગાળતા નિવૃત્ત વાયરમેન પ્રવિણચંદ્ર ખોડીદાસ કક્કડ (ઉ.વ.૭૦) નુ દુઃખદ અવસાન થતા સગા સ્નેહીજન ઉપરાંત મિત્ર વર્તુળમા ઉંડા આઘાત ની લાગણી જન્મી છે. શનિવારે કૈલાસ ગમન કરી ચુકેલા પ્રવિણભાઈ ટંકારા અને પંથકમા ટીનાભાઈ ના હુલામણા નામે જાણીતા હતા. તેઓ હસમુખા સ્વભાવ અને નાના મોટા સૌ કોઈ સાથે રમુજી સ્વભાવ થી હળી મળી જાય એવા મળતાવડા સ્વભાવના હોવાથી નજીકના પરીચીતો સાથે કાયમ ટીખળ કરવા વાળો જીવ હતા. તેઓના ટીખળી સ્વભાવ થી ગમે તેની નિર્દોષ મસ્તી કરવાની ટેવથી લોકો એને વાયરમેન નહીં છુટી જીભ ના કારણે ફાયરમેન કહી સંબોધતા હોવાથી તેઓ પ્રતિસાદ મા કાયમ સ્મિત રેલાવતા રહેતા હતા. ટીનાભાઈ ને છેલ્લા ઘણા સમયથી પગ ની નસ સુકાઈ જવાથી ચાલી શકતા ન હોવાથી આશિયાને બેઠક ના ઉંબરે બેઠક વ્યવસ્થા કરી મહોલ્લા નો માહોલ માણી પત્ની પુત્ર સહિત પરીવાર સાથે આનંદ કિલ્લોલ કરતા હતા. તેમના જવાથી નજીકના પરીચીતો મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ.
અવસાન નોંધ:
પ્રવિણચંદ્ર તે ખોડીદાસ ડોસાલાલ કક્કડ ના પુત્ર તથા સ્વ. ધીરૂભાઈ, સ્વ.વિજયભાઈ, સ્વ.પુષ્પાબેન, અ.સૌ.શારદાબેન, અ.સૌ.વિભાબેન ના ભાઈ, તેમજ કલ્પનાબેન ના પતિ અને અમીતભાઈ (જીગાભાઈ), આશાબેનના પિતા અને વાંકાનેર વાળા સ્વ. તુલસીદાસ ગોબરશીભાઈ નાગ્રેચા ના જમાઈ તથા મહેશભાઈ, હરેશભાઈ, કમલેશભાઈ ના બનેવી નુ તા. ૦૭ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયર પક્ષ ની સાદડી તા. ૦૯ ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે લોહાણા મહાજનવાડી, દેરીનાકા રોડ, ટંકારા ખાતે રાખેલ છે.