હળવદ પોલીસે ગેસ્ટ હાઉસમાં રેડ કરી ૧૮ જુગારીને ૨ લાખથી વધુની રોકડ સાથે ઝડપી લીધા હતા જે જુગાર રેડમાં બે ભાજપ આગેવાનો ઝડપાયા બાદ પક્ષે તુરંત કાર્યવાહી કરતા બંનેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે
જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સદસ્ય વલ્લભભાઈ ખાવડીય અને હળવદ તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ વઢરેકીયા એમ બેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં જણાવ્યું છે કે ભાજપ કાર્યકર તરીકે છાજે એવી આપની પ્રવૃતિઓ નથી સતત શિસ્ત ભંગ આચરતા હોવાથી પ્રદેશ ભાજપની સુચનાથી સભ્ય પદેથી તમામ હોદા પરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે જોકે સસ્પેન્ડ કર્યાના આદેશમાં ક્યાય જુગાર રેડનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ જાણકારો જુગાર રેડને જ બંને આગેવાનોને સસ્પેન્ડ કરવાનું કારણ માની રહ્યા છે