મોરબી વકીલમંડળના પ્રમુખશ્રી દીલીપભાઈ અગેચણીયાની આગેવાની હેઠળ યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમા ન્યાયધીશો સહિત સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી હતી
મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિયેશનના પ્રેસિડેન્ટ દીલીપભાઈ અગેચણીયા અને તેમની ટીમ દ્રારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા બાર એશોસિએશન રુમમા સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજશ્રી મહિડાસાહેબ તેમજ પ્રિન્સિપાલ ફેમિલી જજશ્રી વાનાણી સાહેબ સેશન્સ જજશ્રી પંડયા સાહેબ તથા પ્રિન્સીપાલ સિનિયર સીવીલ જજશ્રી ઈજનેર સાહેબ તેમજ કાનુની સેવા સતામંડળના જજશ્રી પારેખસાહેબ એડિશનલ ચિફ જજશ્રી ખાનસાહેબ- ચંદનાણીસાહેબ તેમજ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જજશ્રી જાડેજાસાહેબ તથા સ્વામીસાહેબ અને સરકારી વકીલશ્રી જાની સાહેબ તથા દવેસાહેબ તથા સિંધસાહેબ સહિત સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી અને તમામ ન્યાયધીશોએ ધારાશાસ્ત્રીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી
આ કાર્યક્રમમા મોરબી બાર એશોસિયેશનના પ્રમુખશ્રી દિલિપભાઈ અગેચણીયા તથા ઉપપ્રમુખશ્રી તેજસભાઈ દોશી તથા જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા તથા કારોબારી સભ્યશ્રી બ્રિજરાજસિંહ સહિતનાઓએ ન્યાયધીશોને અરસપરસ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા