ટંકારામા દિવાળી ટાંણે પાલીકાના અણઘડ વહીવટના પાપે સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અંધારૂ.

Advertisement
Advertisement

 

ટંકારામા દિવાળી ટાંણે જ શહેરમા નગરપાલીકાના અણઘણ વહીવટથી શહેરમા અંધારપટ છવાતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

સરકારે વિકાસની વાહવાહી કરવા માટે ટંકારામા નગરપાલીકા ઠોકી બેસાડયા બાદ શહેરીજનો કાયમ કોઈને કોઈ મુદ્દે પરેશાન થઈ રહ્યા છે. એ મુજબ હાલ દિવાળી ના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે શહેરની સ્ટ્રીટ લાઈટો પાલિકાના અણઘણ વહીવટથી બંધ રહેતા શહેરના મુખ્ય વિસ્તારો મા અંધારપટ છવાયેલો રહેતા લોકોમા ભારે રોષની લાગણી જન્મી છે. શહેરના જીવાપરા ચોકમા સ્ટેટ બેંક ની શાખા આવેલી છે. આ વિસ્તાર શહેરનો મુખ્ય માર્ગ છે. તેમ છતાં પાલિકા ના જવાબદારો અહીંયા કાયમ કિન્નાખોરી રાખી સફાઈ થી માંડી વિજળી સહિતના મુદ્દે ઉદાસીન રહ્યા હોવાની રાવ ને યથાર્થ ઠેરવી રહ્યા હોય એમ ધનતેરસ અને કાળી ચૌદશ લગાતાર સતત બે દિવસથી થાંભલા ની સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા લોકો રીતસર અંધારામા ગોથા ખાતા રહ્યા હતા. કચેરીમા રજા હોય અને જવાબદાર અમલદાર ચાર્જ મા હોવાથી જ્યારથી પાલીકા અસ્તિત્વ મા આવી છે. ત્યારથી ધણીધોરી વહીવટ ચાલી રહ્યો છે. હાલ જાણવા મળ્યા પ્રમાણે શહેરમા સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા અને ફોલ્ટ સહિતની રાવ માટે પટાવાળા ને જવાબદારી સોંપાયેલી હોવાથી હાલ પાલિકામા પટાવાળા રણ મા એરંડો પ્રધાન જેમ વર્તી રહ્યા ની ઘણા સમયથી લોકો ફરીયાદ કરી રહ્યા છે. તહેવારો પર શહેરના મુખ્ય વિસ્તારની સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા લોકો તહેવારોની રજા મા રાવ કરવા ક્યાં જવુ? ના સવાલ સાથે ભારે રોષ સાથે પાલિકા કચેરીના કથળેલા વહીવટથી સમસમી ઉઠ્યા હતા. જો તાબડતોબ પટાવાળા અને વિજળીગર ને ફરજ અંગેનુ કડક સુચના આપી ભાન કરાવાશે નહીં તો હજુ દિવાળી અને બેસતા વર્ષના દિવસોમાં પણ અંધારપટ છવાયેલો રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.