બાર લાખ રોકડ સહિત ૬૩,૧૫ લાખની મતા સાથે નવ ઈસમો ઝડપાયા, મોરબીના એક ઈસમનુ નામ ખુલતા એને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ટંકારા તાલુકામા છેલ્લા ઘણા સમયથી બિલાડી ના ટોપ થી ગોરખધંધા ધંધા ખુલ્લંખુલ્લા ફાલ્યાફુલ્યા હોવાનુ બે દિવસ પૂર્વે લજાઈ ગામે ડુપ્લીકેટ ઓઈલની ફેકટરી પકડી સ્ટેટ મોનિટરીંગ સેલે સાબિતી આપી દીધી છે. ત્યારે ટંકારાના મોરબી હાઈવે પર વિરપર ગામ નજીક આવેલી હોટેલ કમ્ફર્ટ મા ચાલતી જુગાર કલબ પર ટંકારા પોલીસે દરોડો પાડી નવ શખ્સો ને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પર થી રૂપિયા ૧૨ લાખ રોકડા ઉપરાંત, ૨ ફોર્ચ્યુંનર કાર, ૮ મોબાઈલ સહીત કુલ ૬૩.૧૫ લાખનો મુદામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારા પોલીસ ટીમ હાઈવે પર પેટ્રોલિંગમા હતી એ વખતે ટંકારા તાલુકાના મોરબી હાઇવે પર વિરપર ગામ નજીક આવેલ કમ્ફર્ટ હોટલમા જુગાર કલબ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસ કમ્ફર્ટ હોટલમા ત્રાટકી હતી. અહીંયા રૂમ નં ૧૦૫ મા જુગારીયાઓ પતા ટીંચી રહ્યા હતા. પોલીસ ને જોતા ક્લબમા પતા ટીંચતા શખ્સો ને ઘડીક વાર એસી હોવા છતા પસીનો વળી ગયો હતો. સ્થળ પર રોકડ રકમ અંગે પોલીસે છાનભીન કરતા હોટલ બહાર પાર્ક કરેલી સફેદ કલરની ફોર્ચ્યુનર કાર નં.જીજે ૦૩ કેસી ૧૪૦૦ મા બે શખ્સો રોકડા જમા લઈ બદલામા પ્લાસ્ટિકના કોઈન (ટોકન) આપતા હતા.જેથી પોલીસ ની પડે તો કેસ લુલો થઈ જાય અને રોકડા બચી જાય એવો કિમીયો ઘડીને જુગારખાનુ ધમધમતુ હતુ. પોલીસે સ્થળ પર થી રૂપિયા ૧૨ લાખ રોકડા ઉપરાંત, ૫૦ લાખ રૂપિયા ની બે ફોર્ચ્યુનર કાર, આઠ નંગ મોબાઈલ સહીત કુલ રૂપિયા ૬૩,૧૫,૦૦૦ નો મુદામાલ કબ્જે લઈ નવ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
—————————————————————————–
ક્લબમા જુગાર રમતા ઝડપાયેલા શખ્સો ની નામાવલી.
—————————————————————————–
(૧) ગોપાલ રણછોડભાઈ સભાડ -રાજકોટ
(૨) ચિરાગ રસિક ધામેચા -ગાંધીગ્રામ, રાજકોટ.
(૩) રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા – ખરેડી તા.કાલાવડ,
(૪) રવિ મનસુખભાઈ પટેલ – એવન્યુ પાર્ક મોરબી,
(૫) વિલ રાજીભાઈ પટેલ -તિરૂપતિ નગર સોસાયટી ૧, રૈયા રોડ, રાજકોટ.
(૬) ભાસ્કર પ્રભુદાસ પારેખ -પ્રહલાદ પ્લોટ, રાજકોટ
(૭) કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ -આર કે પાર્ક, રાજકોટ.
(૮) શૈલેષ ગંગદાસ ઠુમ્મર – શ્રીજી પાર્ક સોસાયટી રાજકોટ.
(૯) નિતેષ નારણભાઈ ઝાલરીયા -ઉમા પાર્ક સોસાયટી મોરબી.
જ્યારે, રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા -ચિત્રકૂટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી નુ નામ ખુલતા તેના કોલર સુધી પહોંચવા પોલીસે કમર કસી છે.