ટંકારા:લક્ષ્મીનારાયણ મંદિરે શરણાઈ-નોબતના તાલે દર્શન નો લાભ લેવા અવગત કરવાની પૌરાણીક પરંપરા આજે પણ જીવંત 

Advertisement
Advertisement
નગરજનો ક્યારેય ધોકો સ્વિકારતા ન હોવાથી ભક્તોના ઉમંગને વધાવી લક્ષ્મીનારાયણ દેવ મંદિર અને વૈષ્ણવ સંપ્રદાય હવેલી બંને ધાર્મિક સ્થાનોમા આગળ પાછળ અન્નકુટના દુર્લભ દર્શન યોજાશે.
ટંકારા મધ્યે બિરાજતા ગ્રામદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન  મંદિરે આગામી બીજી નવેમ્બરે શનિવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. અન્નકુટ માટે ની તૈયારીઓને ભાવિક જનો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વખતે તિથિ તોરણ પ્રમાણે દિવાળી ૩૧ ઓક્ટોબર અને ૧ લી નવેમ્બરે ધોકો દર્શાવાયા છે. પરંતુ અહિંયા વર્ષો ની ધાર્મિક પરંપરા મુજબ ગ્રામ દેવતા મંદિરે તા.૧ લી નવેમ્બરે શુક્રવારે દિવાળી પર્વ ઉજવાશે. તહેવારો અંતર્ગત ભારતભરના હિંદુ મંદિરો મા દરરોજ ભગવાન ના દુર્લભ શણગાર કરી દર્શન ખુલ્લા મુકવામા આવે છે. ઉપરાંત, ધાર્મિક દૃષ્ટિ એ દિવાળી ના પર્વ અગાઉ થી હિંદુ ધર્મ પ્રમાણે મંદિરોમા ઉજવણી શરૂ થઈ જાય છે. દિપાવલી વિક્રમ વર્ષ નો છેલ્લો દિવસ અને નૂતન વર્ષ નો પ્રથમ દિવસ પડવો સૌથી મોટા તહેવાર ગણાતા હોવાથી અહીંયા અગીયારસ થી વહેલી સવારે શાસ્ત્રિય સંગીતની શરણાઈ અને નોબત (નગારા) ના સુર તાલે ધાર્મિક ધૂન માઈક પર વગાડી લોકો ને મળસ્કે ઉઠાડી મંદિરે દર્શન કરવા પધારવા આમંત્રણ આપવાની વડીલો પાર્જીત પરંપરા આજે પણ જીવંત છે.
આ વખતે ગુરૂવારે દિવાળી બાદ શનિવારે બેસતુ વર્ષ હોય વચ્ચે એક દિવસ તિથી તોરણ પ્રમાણે ધોકો છે. પરંતુ ટંકારા વાસીઓ ક્યારેય ધોકા નો ખેદ રાખતા નથી.અહીંયા દિવાળી ના બીજે જ દિવસે ધોકા દિવસ નો છેદ ઉડાવી નવા વર્ષની ઉજવણી કરવામા આવે છે. ધોકા નો છેદ ઉડાવી નગરજનો હેત પ્રેમ લાગણી થી એક બીજા ને નૂતનવર્ષના સાલ મુબારક પાઠવે છે. એ પરંપરા પ્રમાણે શહેરની મધ્યે બિરાજતા ગ્રામદેવ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પણ પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ આગામી નૂતનવર્ષ ના અન્નકુટ દર્શન તા.બીજી  નવેમ્બરે શનિવારે યોજાયા છે. ગામધણી સન્મુખ અન્નકૂટ દર્શનનો અલભ્ય લાભ ભકત સમુદાયને શનિવારે પ્રાપ્ત થશે. દાદા સમક્ષ અન્નકુટ ભોગ મા લીલોતરી અને કઠોળ ના શાકભાજી, દરેક પ્રકારના ફળ ઉપરાંત, મહાપ્રસાદ સહિતના છપ્પન ભોગ ઠાકોરજીની સન્મુખ ધરાવાઈ છે. આ તકે, મંદિરના મહંત હરેશ ભગત દ્વારા ટંકારા ના નગરવાસી ઓ સહીત ભારતભર ના જુદા શહેરો પ્રાંત મા વસતા તમામ હરિ ભક્તો ને ટંકારા પધારવા અને અન્નકુટ દર્શનનો ધર્મ લાભ લેવા અને અન્નકુટ પ્રસાદ લેવા પરંપરા મુજબ જાહેર આમંત્રણ પાઠવ્યુ છે. અહીંયા દિવાળી તહેવાર અંતર્ગત અગિયારસ થી ઉજવણી શરૂ થઈ જાય છે. બંગલા ઝાંખી દર્શન ખુલ્લા મુકાશે. ઠાકોરજી દિવાળી ના પૂર્વ દિવસથી બે દિવસ નિજ મંદિરથી બહાર આવી મંદીર ના પરીસર મા બિરાજમાન થાય છે. સમગ્ર મંદિર ને રોશની અને ઠાકોરજી ને નિત નવા વાઘા ના શણગાર કરવામા આવે છે. પૌરાણીક પરંપરા મુજબ દિવાળી તહેવાર ના પાંચ દિવસ અગાઉ થી વહેલી પરોઢે સવારે અને સાંજે શરણાઈ અને નોબત ના તાલે શાસ્ત્રીય સંગીત ના સથવારે નગરવાસીઓને દર્શન લાભ લેવા અવગત કરાઈ છે. ભાવિક ભક્તો તહેવાર પર પરીવાર સાથે મંદિરે પધારી આસ્થાભેર માથુ ટેકવી ધન્યતા અનુભવે છે.
હવેલી પંથે પણ ધોકા દિવસનો છેદ ઉડાવ્યો, અન્નકુટ દર્શન યોજાશે
—————————————————————————–
ટંકારામા વસતા લોકો ક્યારેય ધોકો સ્વિકારતા નથી. અહીંયા કાયમ દિવાળી ના બીજા દિવસે નૂતનવર્ષ મનાવવામા લોકો માને છે. અહીંયા વિક્રમ સવંત વર્ષનો પ્રારંભ ગણાતા શુકનવંતા દિવસને વ્યર્થ જવા દેવાથી આવનારા વર્ષ મા જીવનમા ધોકા આવવાની માન્યતા હોવાથી એક દિવસ પુરતા તિથી તોરણ માન્ય રખાતા નથી. લોકોની માન્યતા અને ધાર્મિક પરાયણ ભક્તોનો રાજીપો ભગવાનને ગમે છે. એમ માની મંદિરોમા નૂતનવર્ષ ઉજવાઈ છે. લક્ષ્મીનારાયણ મંદિરે બીજી નવેમ્બરે નૂતનવર્ષ ઉજવણી કરાશે અને અન્નકુટ દર્શન ખુલ્લા મુકાશે. જ્યારે, વૈષ્ણવ સંપ્રદાય ના હવેલી પંથે પણ ધોકા દિવસ ફગાવી શહેરમા આવેલી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે આગામી તા. ૩૧ મી ઓક્ટોબર ને ગુરૂવારે દિવાળી પર્વ ઉજવાશે અને તા. ૧લી નવેમ્બરે શુક્રવારે અન્નકૂટ દર્શન નુ આયોજન કરવામા આવ્યુ છે. વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત, તમામ ભાવિકજનોને શુક્રવારે મળસ્કે મંગળા સવારે ૧૦:૩૦ વાગ્યે ગોવર્ધન પુજા, બપોરે ૩:૩૦ થી ૬:૩૦ દરમિયાન અન્નકુટ દર્શન અને સાંજે ૭ વાગ્યે શયન દર્શન -આરતી નો લાભ લેવા બાલકૃષ્ણ લાલજી હવેલીના મુખ્યાજી મિતેષભાઈએ અનુરોધ કર્યો છે.