ટંકારા: ICDS શાખા દ્વારા કુપોષિત બાળકોના આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો.

Advertisement
Advertisement

કેમ્પ મા ૮૬ અતિ કુપોષિત અને ૧૦૭ મધ્યમ કુપોષિત બાળકોના આરોગ્યની તપાસ કરાઈ હતી, જેમા,૧૮ બાળકો ગંભીર હોવાથી તબિબે મોરબી સિવીલ હોસ્પિટલ ખસેડવાની જાણ કરી હતી.

સરકારની સુચના થી કુપોષિત બાળકોના આરોગ્યની તપાસણી માટે ચાલતા પોષણ અભિયાન અંતર્ગત જીલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ ટંકારા આઈસીડીએસ શાખા દ્વારા કુપોષિત બાળકો ના આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો. જેમા, ૮૬ અતિ અને ૧૦૭ મધ્યમ કુપોષિત બાળકોની તપાસવામા આવ્યા હતા. કુપોષિત બાળકોની આરોગ્ય તપાસણી કેમ્પમા પિડિયાટ્રિશીયન ડો. કુલદીપ દેત્રોજા ઉપરાંત, તાલુકા હેલ્થ વિભાગ સહિતની ટીમે ફરજ બજાવી હતી. આ વેળા એ સીડીપીઓ તેજલ દેકાવાડીયા, અશોકભાઈ,ડો. અમિતા સનારીયા,ડો. શિવરાંગી પટેલ, હિતેષભાઈ, આરોગ્ય વર્કર,તેડાગર, કોઓર્ડિનેટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કુપોષિત બાળકોની આરોગ્ય ચકાસણી કેમ્પ મા ૧૮ બાળકો અતિ ગંભીર હોવાથી તબિબે એ બાળકોને સિવીલ હોસ્પિટલ મોરબી ખાતે રીફર કરવા જણાવ્યુ હતુ.