કાયમ કુદરતની થપાટ ખાતો પરીવાર છેલ્લા ચાર દાયકાથી નેસડા (સુ) ગામના ગામઠી લોકો ની હુંફ અને બ્રાહ્મણ પરીવાર હોવાથી કુણી લાગણી રાખતા હોવાથી માંડ થાળે પડી જીવન વ્યતિત કરતા હતા એ વખતે ફરી વિપ્ર પરીવાર ના ત્રણ ભાઈઓ પૈકીના વચેટ પૌઢ વયના અપરણીત ભાઈ ઓચિંતા લાપતા બનતા બેબાકળા બની શોધ મા આમતેમ ભટકી શોધખોળ કરી રહ્યા છે…. ગામડાના સરપંચ મહેન્દ્રભાઈ સોલંકી સધિયારો આપી જરૂરીયાત ના સમયે શાંત્વના આપી રહ્યા છે. અને ટંકારા પોલીસ મા ગુમસુદા અરજી પણ સરપંચે આપી છે.. છતા પંદરેક દિવસ થી કોઈ ભાળ મળી નથી…
લાપતા થયેલા ધૂન ભજન પ્રેમી દિપકભાઈ જોષી ની ફાઈલ તસવીર
——————————————————————————–
ટંકારા ના નાનકડા નેસડા (સુ) ગામે કારમી મોંઘવારી વચ્ચે ટુંકી આજીવિકા છતા ગામડાની હુંફ થી દારૂણ સ્થિતિ નો સામનો કરતા હોવા છતા ખુશીથી જીવન વ્યતિત કરતા ત્રણ ભાઈ ના વિપ્ર પરીવાર ના પૌઢ વયના ભાઈ છેલ્લા પંદરેક દિવસ થી લાપતા બનતા ગરીબ પરીવાર આકુળવ્યાકુળ બન્યો છે.
મૂળ ભરૂચ જીલ્લાના દહેગામ ના વતની ભદ્રીશંકર જટાશંકર જોષી નુ અવસાન થતા તેમના પત્ની આજથી ચાલીસ વર્ષ પૂર્વે પિયરના ગામડે ટંકારા તાલુકાના નેસડા (સુ) ભાઈના સહકાર થી વસ્યા હતા. જે તે સમયે ગામડાના લોકોની હુંફ અને બ્રાહ્મણો પ્રત્યેની કુણી લાગણી નો સધિયારો મળતા અહીંયા જ સ્થાયી થયા હતા. સમય વિતતા વિધવા માતાના ત્રણેય સંતાનો કર્મકાંડ, ભિક્ષા વૃતિ અને આછુ પાતળુ કામ કરી પરીવાર નુ ગાડુ ગબડાવ્યે જતા હતા. ઉંમર ના તકાજે માતાનુ દેહાંત થયુ અને કર્મકાંડ જેવી ટુંકી આજીવિકા થી ત્રણ પૈકી સૌથી નાનકડા અનંતભાઈ ના જ લગ્ન થયા જ્યારે સૌથી મોટાભાઈ કાંતિભાઈ (ઉ.૬૦) અને વચેટ દિપકભાઈ (ઉ.૫૬) અપરણીત રહ્યા હોવા છતા ત્રણેય ભાઈઓ અને નાનાભાઈ ના પત્ની એમ ચારેય મોંઘવારી નો સામનો કરી સિમિત આવકથી ખુશીથી જીવન વ્યતિત કરતા હતા. એવા ટાંકણે જ કુદરતને જાણે ગરીબ પરીવાર ની ખુશી મંજુર ન હોય એમ ભજન કિર્તન કરી પરીવાર ને મદદરૂપ થતા વચેટ દિપકભાઈ ને હ્રદયરોગ નો હુમલો આવવાથી શહેરમા મોંઘી સારવાર થી ફરી આર્થિક સંકટના વાદળો થી ઘેરાઈ જતા ગામડુ છોડવાની નોબત ઉભી થઈ હતી એવા ટાંકણે નાના જડેશ્વર મહાદેવ મંદિર ના ઋષિભાઈ જાની ને જાણ થતા તેઓ આખા પરીવાર ને એક માસ આશ્રય આપી સધિયારો આપ્યો અને થોડીઘણી આર્થિક મદદ કરી ગામડે સ્થાયી કર્યા હતા. એવા સમયે પંદરેક દિવસ પૂર્વે દિપકભાઈ પરીવાર ને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા જતા પરીવાર વિહવળ બની ભાઈ ની શોધમા ભટકી રહ્યો છે. સૌથી નાના અનંતભાઈ જોષી ગામડે રંગરોગાન કામ કરી પેટીયુ રળે છે.તે ભાઈને શોધવા રઝળપાટ કરી રહ્યા છે. ગામડાના સરપંચ મહેન્દ્રભાઈ સોલંકીએ સાથે ટંકારા પોલીસમા જઈ દિપકભાઈ ની ગુમસુદા ની અરજી આપી છે.