માર્ગ મકાન વિભાગની આડોડાઈ થી પુજારી ની આજીવિકા છીનવાઈ

ટંકારા મધ્યે થી પસાર થતા રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા ખાતે નિર્માણ કરાયેલ ઓવરબ્રિજ નીચે જે તે વખતે નગરના લોકોની અવરજવર માટે બનાવાયેલ ગરક નાળા નુ તળીયુ સિમેન્ટનુ મઢી ને પેવર રોડ બનાવવા ને બદલે હાઈવે ઓથોરીટીએ તંત્ર ની મિઠી નજર હોવાથી તળીયુ કાચુ રખાયુ હતુ. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે એમ કુદરતે ચોમાસાની વિદાય ટાણે મુશળધાર વરસી ને તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી હતી. અને વરસાદી પાણી થી નાળા નીચે કાદવ કિચડ નુ સામ્રાજ્ય ફેલાયુ હતુ અને ઉપરથી રઝળતા પશુઓનુ આશ્રયસ્થાન બની જતા વાહનચાલકો અને રોજીંદા રાહદારીઓ માટે નર્કાગાર બની જતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા બાદ રોગચાળો ફાટી નિકળવાની દહેશત સાથે કાગારોળ કરી સ્થાનિકે ફરીયાદો ઉઠાવતા નકર કામગીરી કરવા ને બદલે પ્રજાજનો ની કાગારોળ ને ન્યાય આપવા ને બદલે પ્રજાજનો ના અવાજ ને કાયમી ડામી દેવા ની નિતી અપનાવી માર્ગ વિભાગ તંત્ર દ્વારા ગરકનાળા નો પેવર રોડ બનાવવા ને બદલે નાળા ની બંને સાઈડ ઈરાદા પુર્વક લોખંડ ના પાઈપ જમીનમા ખોડી દેવામા આવ્યા હતા. પરીણામે વાહનચાલકો તો ઠીક રાહદારીઓ પણ પિસાઈ ને પસાર થાય એવો પેંતરો કરી ભવિષ્યમા લોકો અહીં થી ચાલવાનુ ભુલી જાય એવો તખ્તો ઘડી પ્રજાજનો ના અવાજ ને રૂંધવા રીતસર સરકારી બાબુઓએ કારસો રચ્યો હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. આ અંગે અનેક સથાનિકોએ રાવ કરી છે. પરંતુ જાડી ચામડીના તંત્ર વાહકો દાદ દેતા ન હોવાથી ટંકારાના એક સાધુ મહંતે વધુ એક વખત તંત્ર ના કારસ્તાન સામે મુખ્યમંત્રી ને લેખિત રાવ કરી જવાબદારો સામે તપાસ કરી પગલા લેવા માંગણી કરી છે.

ટંકારા નો ખાસ વિકાસ ભલે ન થયો હોય પરંતુ શહેર નો ભૌગોલીક વિસ્તાર વિસ્તર્યો છે.પરીણામે હાઈવે ની બંને તરફ માનવ વસવાટ વધતો જતા રાજકોટ મોરબી ફોર લેન હાઈવે શહેર મધ્યેથી પસાર થાય છે. હાઈવે પર ઓવરબ્રિજ બનાવાયો છે. પરંતુ નગરજનોની શહેરમા સતત આવાગમન હોવાથી ઓવરબ્રિજ નીચે જે તે વખતે પ્રજાની માંગણીથી એમ.ડી.સોસાયટી સામે ગરકનાળુ બનાવાયુ હતુ.પરંતુ હાઈવે ઓથોરીટી માર્ગ મકાન વિભાગ અને હાઈવે ના કોન્ટ્રાકટરે મલાઈ તારવી લેવા ગરકનાળાનુ તળીયુ પાકુ મઢી પેવર રોડ બનાવવા ને બદલે કાચુ રાખી દીધુ હતુ . જે ભોળી પ્રજા સહન કરી રહી હતી. પરંતુ ચોમાસાના અંતિમ તબક્કા મા મુશળધાર વરસાદ પડતા ગરનાળુ કાદવ કિચડ અને ઢોર વાડો બની જતા નર્કાગાર બન્યુ હતુ. પરીણામે કાયમી નાળા નીચે પસાર થનારા હજારો લોકો રોષે ભરાયા હતા. અને કાગારોળ મચાવી સ્થાનિક તંત્ર સમક્ષ રોષ ઠાલવતી ફરીયાદ કરતા સ્થાનિક કક્ષાએથી માર્ગ મકાન વિભાગ ને તાત્કાલિક ગરનાળુ રીપેર કરવા કાન આમળતા નિંભર અને મલાઈ તારવવાની કુટેવ ધરાવતા હાઈવે તંત્રે પ્રજાજનોની વેદના ઉપર મીઠુ ભભરાવવા જેવી કુચેષ્ટા કરી ગરનાળુ પેવર રોડ બનાવી પાકુ કરવાને બદલે બંને સાઈડ લોખંડ ના પાઈપ ખોડી દઈ વાહનચાલકો ની કાયમી અવરજવર બંધ કરવા સાથે રાહદારીઓ પણ મહામુસીબતે પાઈપ વચ્ચે થી ગળકી ને પસાર થાય એવી કુચેષ્ટા જાણીબુઝીને કરી ધીમે ધીમે ગરકનાળા નીચે ચહલપહલ બંધ કરી દેવા કારસો રચ્યો હોવાનુ ચિત્ર ઉપસતા સ્થાનિકે થી ન્યાય ને બદલે માર્ગ બંધ કરવાના કારસા સામે રોષની લાગણી જન્મી હતી અને અનેક લોકોએ ગરકનાળા ને પૂર્વવત કરવા માંગણી ઉઠાવી હતી. પરંતુ પેધી ગયેલ હાઈવે ઓથોરીટી દાદ દેતી ન હોવાથી ટંકારાના સાધુ મહંત સનતભાઈ નિમાવતે તંત્રની મેલી મુરાદ અને પ્રજાના અવાજ ને દાબી દેવા ના કારસ્તાન સામે આકરા પગલા ભરવા પત્ર પાઠવી તપાસ કરી નાળુ કાયમી ધોરણે ચાલુ રાખવા માંગણી કરી પોતાની આજીવિકા ના મદિરો હાઈવે ના બંને તરફ હોવાથી નિત્યક્રમ મુજબ પુજા પાઠ કરવા શોર્ટકટ હોવાથી સમયસર પહોંચી શકતા હતા. તંત્રે માર્ગ બંધ કરતા રોડ ઓળંગવા હાઈવે ની પ્રદક્ષિણા ના ફેરા ફરવાથી મંદિરે સમયસર પહોંચી શકતા ન હોવાથી પુજારી તરીકે ની આજીવિકા છીનવાઈ ગયા નુ જણાવી પોતાના પરીવારના પેટ પર પાટુ મારનાર હાઈવે તંત્ર સામે તાત્કાલિક પગલા લેવા માંગણી ઉઠાવી હતી.