દેવાધિદેવ મહાદેવના પરમ ઉપાસક લંકાપતિ રાવણે સીતા માતા સાથે ક્યારેય દુર્વ્યવહાર નહોતો કર્યો, જ્યારે વર્તમાન કળીકાળ મા છાસવારે અધમ કૃત્ય આચરનારા વ્યભિચારી ઓના પુતળા સળગાવવા જોઈએ…

રાવણ દહન ને બદલે રામની અયોધ્યા વાપસી નો અવસર ઉજવવા બ્રહ્મસમાજના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ માંગણી ઉઠાવી છે.
—————————————————————————–ટંકારા બ્રહ્મસમાજ પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી એ રાવણ દહન ની આડ મા બ્રાહ્મણોના થતા અપમાન ને રોકવા માંગણી કરતા જણાવ્યું હતું કે, આપણા પૌરાણિક હિંદુ ધર્મ ગ્રંથોમા ઉલ્લેખ છે કે, મહા જ્ઞાની અને વિદ્ધાન શક્તિશાળી લંકાપતિ ભગવાન ભોળાનાથને પોતાની ભક્તિ થી રીઝવી પ્રસન્ન કરનારા શ્રી રાવણ જી એ સીતા મૈયા નુ હરણ કર્યુ હતુ. પરંતુ આમ કરવા પાછળ તેઓ નો ઉદેશ્ય બાહુબલી લંકાપતિ ના કુળ નો ભગવાન શ્રી રામચંદ્રજી ના હાથે ઉધ્ધાર કરાવવાનો હોવાનુ દ્વાપર યુગમા સ્પષ્ટ થયાનો શાસ્ત્રોમા ઉલ્લેખ થયો છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે, રાવણ બ્રાહ્મણ કુળ ના હોવાથી બ્રાહ્મણો ની લાગણી ને અને એમના સંસ્કાર -સંસકૃતિ, જ્ઞાન ને ઠેસ પહોંચાડવા માટે જ ત્રેતાયુગ થી કળયુગ ના હાલના વર્તમાન સમય સુધી રાવણ દહન કરવામાં આવી રહ્યુ છે. એનુ એકમાત્ર કારણ બ્રાહ્મણો ને બદનામ કરી અપમાન કરવાની હલકી માનસિકતાના ભેજા ની ઉપજ થી વિશેષ કઈ ન હોવાનું જણાઈ છે. આવા હલકા વિચારો થી ભાવિ પેઢી પર પૌરાણિક હિંદુ શાસ્ત્રો અને ધર્મ ગ્રંથો ની અવળી અસર થવાની પૂર્ણ સંભાવનાઓ વરતાઈ રહી છે.

તાત્કાલિક અસરથી આવી વાહિયાત અને શાસ્ત્રો ની ગૌરવપૂર્ણ ગાથા ની સંસ્કૃતિ ને લાંછન લાગે એવી દહન ક્રિયા ઉપર કાયમ માટે પ્રતિબંધ મુકવા બ્રહ્મસમાજ ટંકારા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ને પત્ર પાઠવી સમગ્ર રાજ્ય મા લંકાપતિ રાજા રાવણ જી ના પુતળા ના દહન પર પ્રતિબંધ મુકવા માંગણી કરી છે.અને રાજ્યમા બહેન દિકરીઓ ઉપર દિનદહાડે અને છાસવારે વ્યભિચારીઓ વ્યભિચાર આચરી ને હત્યા કરવાના બનાવો બની રહ્યા છે. આવા હરામખોરો ના પુતળા જાહેરમા સળગાવવા જોઈએ જેનાથી સમાજમા બનતા આવા બનાવો પર અંકુશ આવે એમ જણાવી બ્રહ્મસમાજ સંસ્થા ના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ રાવણના પુતળા દહન અંગે રોષ વ્યક્ત કરતા વધુ મા જણાવ્યુ હતુ કે, બ્રહ્મ તેજસ્વી ભગવાન ભોળાનાથના પરમ ઉપાસક રાવણ જી એ સીતા માતા નુ અપહરણ જરૂર કર્યુ હતુ પરંતુ વ્યભિચાર કે સ્ત્રી ના સન્માન ને ઠેસ પહોંચે એવુ કોઈ કૃત્ય કર્યુ ન હોતુ. અને સીતાજી સન્માન અને સલામત રહે એવી અશોક વાટિકામા વ્યવસ્થા કરી એ જ રાવણની વિવેકબુદ્ધિ, જ્ઞાની અને વિદ્ધાનપણુ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ ના ત્રિકાળ જ્ઞાની હોવાનુ સાબિત કરે છે. આથી પરંપરા ના બહાને ઉચ્ચ કોટીના વિદ્વાન બ્રાહ્મણ રાવણ દહન ની ઉજવણી બંધ કરવી જોઈએ એના બદલે ભગવાન શ્રી રામચંદ્રજી ના અયોધ્યામા આગમન નો અવસર ઉજવવો જોઈએ.