

મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી સમિતિ ની બેઠક ટંકારા તાલુકાના નેકનામ નજીક આવેલા રામદેવપીર મંદિરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર ની ઉપસ્થિતિ મા યોજાઈ હતી. આ વેળા એ મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ મનસુખભાઈ વાઘેલા દ્વારા ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ તરીકે જયંતીભાઈ જી ધોળકિયા ની નિમણુંક કરવામા આવી હતી. ઉપરાંત, ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી સમિતિની રચના કરી ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સહમંત્રી સહિતના જુદા જુદા ગામડાના કાર્યકરો ને હોદ્દા ઉપર સ્થળ પર જ નિમણુંકો આપવામાં આવી હતી. આ તકે, આવનારા સમયમા ઓબીસી સમાજને થતા અન્યાય સામે સંગઠીત થઈ લડવા માટે સંગઠન મજબુત બનાવવા ઉપર ભાર મુકી ગુજરાત કોંગ્રેસના હાથ મજબુત બનાવવા રાજકારણના વર્તમાન પ્રવાહ ને ઓળખી સરળ સ્વભાવ મા બદલાવ લાવી તમામ પ્રકારની રણનીતિ શિખવી પડશે એવી હાંકલ કરી કોંગ્રેસ વિરૂધ્ધ ઝેર ઓકી પ્રજાને હથેળી મા ચાંદ બતાવનારાઓને તેના પેંતરા મા જ ભિડવવા સંનિષ્ઠ કાર્યકર તરીકે કુનેહથી ગામડે ગામડે સક્રિય બનવા અને પ્રજાહિત માટે કામ કરવા પ્રદેશ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીરે સલાહ આપી આગામી દિવસોમા આવનારી સ્થાનિક તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા ચુંટણી મા કોંગ્રેસના હાથ મજબુત કરવા કાર્યકરો ને સંકલ્પ લેવડાવી અત્યારથી જ કામે વળગી જવા અપીલ કરી હતી.