ટંકારા:લજાઈ ગામે ગૌમાતા માટે ત્રીજા નોરતે ગામડાના યુવાનો નાટક ભજવશે.

Advertisement
Advertisement

ચાર દાયકા પૂર્વે ગૌસેવા ની આહલેક જગાવનાર સોહમ દત બાપા ની રાહબરી હેઠળ ગામડાના યુવાનો આજે પણ ગૌ માતા માટે વેશભૂષા ધારણ કરી નાટક ભજવી એક વર્ષ નો ઘાસચારો એકઠો કરે છે.

નાટકના મુખ્ય નટ સ્વર્ગવાસી દામજીભાઈ કોટડીયા ની ફાઈલ તસવીર
—————————————————————————-
ટંકારા તાલુકાના લજાઈ ગામે હાઈવે પર અકસ્માતમાં કણસતી ગૌમાતા ને જોઈ ભીમનાથ મહાદેવ ના મહંત અને ગૌ સેવા માટે સાંસારીક જીવન ત્યજી ને આજીવન ગૌસેવા અને શિવભક્તિ મા પોતાનુ જીવન સમર્પિત કરી દઈને લગભગ છેલ્લા ચાર દાયકાથી ગૌશાળા નિર્માણ કરી ગૌ માતા નુ લાલન પાલન કરે છે.ગૌમાતા ને પોષવા માટે ક્યાંય પણ હાથ લંબાવ્યા વગર મહંત સહિતના ગામડાના યુવાનો  દર વર્ષે નવરાત્રી દરમીયાન એક રાત્રે નાટક ભજવી વર્ષમા એક વખત રોકડ અને ઘાસચારો,નિરણ સહિતનુ દાન એકઠુ કરે છે. જે પરંપરા મુજબ આજે તા ૫ મી એ ત્રીજા નોરતે દાનેશ્વરી કર્ણ નુ નાટક રજુ કરી લોકો પાસે જોળી ફેલાવશે.
ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા લજાઈ ગામે આજથી ચાર દાયકા પૂર્વે હાઈવે પર અકસ્માતમાં કણસતી ગૌમાતા ને જોયા પછી શરૂ થયેલી ગૌભક્તિ આજે સેવાની મહેંક પ્રસરાવી રહી છે. શરૂઆતમા ગૌસેવા માટે નિરાશ્રિત અને ભટકતી ગાય ને સધિયારો આપી પાંચ ગાય ની સેવા શરૂ કરી ગૌસેવા અને શિવભક્તિ મા પોતાનુ જીવન સમર્પિત કરી દેનારા સોની પરીવાર ના સુખી પરીવાર ના સુરેશભાઈ સોની ગૌ સેવા અને શિવભક્તિ થકી આજે મહંત સોહમ દત્ત બાપા બની ગામડાના લોકોની મદદથી અનેરી ભક્તિ કરી રહ્યા છે. ગામડે ગૌશાળા બનાવી હાલ ૨૦૦ ગાયોનુ લાલન પાલન કરી રહ્યા છે. અહીંયા ગૌમાતા માટે આડા દિવસે લોકફાળો કરાતો નથી પરંતુ નવરાત્રી દરમીયાન ત્રીજા નોરતે ગામડાના યુવાનો વેશભૂષા ભજવી નાટક યોજે છે. અને જે કંઈ રોકડ કે ઘાસચારો આવે એ ગૌશાળામાં આપે છે. ગાયોની સેવા માટે શરૂઆતમાં મહંત ખૂદ નાટક મા પાત્ર ભજવતા હોય છે. પરંતુ હાલ ઉંમર ના તકાજે નાદુરસ્ત તબિયતને કારણે પોતે સ્ટેજ પર ઉભા રહી શકવા આસક્ત હોવાથી ગામડાના માલેતુજાર ઉધોગપતિ યુવાનો સેવાયજ્ઞ મા પોતાની કલાના કામણ પાથરી નાટકમાં પાત્ર ભજવવા અવનવી વેશભૂષા ભજવી ગૌસેવા કાજે જોળી ફેલાવે છે.
આજે શનિવારે રાત્રે નવ વાગ્યે લજાઈ ગામે ગરબી પૂર્ણ કરી નાટક ભજવાશે. જેમા મૂળ લજાઈ ગામના વતની રોજગાર માટે શહેરમાં સ્થાયી થયેલા તમામ પરીવારો નાટકના બહાને ગૌસેવા મા આર્થિક સહયોગ આપવા ખાસ ઉપસ્થિત રહેશે. ગામડાના યુવાનો વેશભૂષા ધારણ કરી દાનેશ્વરી કર્ણ નુ નાટક ભજવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાટકમા યમરાજ નુ પાત્ર ભજવી નાટક પ્રેમીઓ મા યમરાજ ના નામે ઓળખાતા ગામડાના ખેડુત પ્રોઢ રાઘવજીભાઈ કોટડીયા ના ચાર વર્ષ પૂર્વે થયેલા અવસાન થી યમરાજા નો હુંકાર વિલાય ગયો છે. નાટક તેઓ ઐતિહાસિક અને ધામિઁક નાટકોમા યાદગાર મુખ્ય પાત્રો પ્રજાપતિ દક્ષ, મામા કંસ, મહમદ ઘોરી, દુર્યોધન,  હરણીયાક્શ્યપ સહિતના કિરદાર ભજવી ચુકયા હતા. તેઓની સેવા નાટક પૂર્વે યાદ કરી નાટક કલા રજુ કરાશે.