ટંકારા: પતા ટીંચવાનો અવાજ પોલીસના કાને પડ્યો ને પોલીસ ત્રાટકી, પાંચ ખેલૈયા પકડાયા.

Advertisement
Advertisement
ટંકારામા ગાયત્રીનગર સોસાયટી ની પછવાડે પતા ટીંચાતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી પાંચ ઈસમોને જુગાર ના પટ માથી રોકડા રૂપિયા ૧૦,૮૦૦/- સાથે જુગાર રમતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ટંકારા પોલીસને શહેરના પછવાડે આવેલા બાહ્ય વિસ્તાર  ગાયત્રી નગર સોસાયટીની પછવાડે આવેલા દેવીપુજક વિસ્તારમા જુગારીયાઓ પતા ટીંચી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે જયા જુગટુ ખેલાઈ રહ્યો હતો ત્યાં ત્રાટકી હતી. પોલીસ ઓચિંતા આવી પહોંચતા જુગાર રમી રહેલા ઈસમો ના હોંશ ઘડીભર ઉડી ગયા હતા. પોલીસે જુગારના પટ મા થી રોકડા રૂપિયા ૧૦,૮૦૦/- સાથે જુગાર રમી રહેલા રફિક ઉર્ફે હરીયો આદમભાઈ સોહરવદી, હાજીશા હુસેનસા સોહરવદી, રફિક ગફારભાઈ કાસમાણી, અવેસ આદમભાઈ અબ્રાણી, ઈમ્તિયાજ ઉર્ફે ઈનો અલીભાઈ મકવાણા બધા રહે. ટંકારાવાળા સહિતના પાંચેય ઈસમોને જુગારધારા ની કલમ હેઠળ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.