મોરબી રહેતા પુત્ર એ પોતાના સગા ઉપર ફરીયાદ નોંધાવતા વચેટીયાઓ ફરીયાદ પાછી ખેંચી સમાધાન કરવા વૃધ્ધ પિતાને દબાણ કરતા’તા સમાધાન ની ના પાડતા વૃધ્ધ ને ફટકાર્યા

પુત્ર એ કરેલી પોલીસ ફરીયાદ પાછી ખેંચી લઈ સમાધાન કરવા વચેટીયાએ ફરીયાદી ના વૃધ્ધ પિતાને દબાણ કરતા વૃધ્ધે સમાધાન કરવા નનૈયો ભણતા છ શખ્સોએ વૃધ્ધ પિતાને બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનારે ટંકારા પોલીસમા વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ મચ્છુનગરમા રહેતા ભીખાભાઈ સોમાભાઈ સીંધવ (ઉ.વ.૬૦) એ ટંકારા પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેના પુત્ર બાબુ એ વાંકાનેર રહેતા પોતાના બનેવી નવઘણ કિશોર પરમાર વિરૂધ્ધ કોઈ મુદ્દે પોલીસ ફરીયાદ કરી હોય જેથી ટંકારાના ગુલમામદ દરીયાખાન ચૌહાણ અવારનવાર પોલીસ ફરીયાદ પાછી ખેંચી સમાધાન કરવા દબાણ કરી રહ્યા હોય પરંતુ પોતે જવાબ આપતા નહોતા. ગુરૂવારે ટંકારા ખીજડીયા ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે ગુલમામદ તેના પુત્ર દેવાભાઈ ચૌહાણ, કમાભાઈ ચૌહાણ, જીગો ચૌહાણ,અમીત ચૌહાણ, ઉપરાંત,ટીકુ કમાભાઈ ચૌહાણ સહિતના છ એ શખ્સોએ તેને આંતરી ફરી પુત્ર એ નોંધાવેલી ફરીયાદ પરત ખેંચી લેવા દબાણ કરતા પોતે ફરીયાદ પરત ખેંચવાની અને સમાધાન કરવા નનૈયો ભણતા તમામ છ એ શખ્સોએ ઉશ્કેરાયા હતા અને પોતાને બેફામ ગાળો ભાંડી લાકડાના ધોકા અને ધાર્યા વડે બેફામ માર માર્યો હતો. અને જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની રાવ ભોગ બનનાર વૃધ્ધે ટંકારા પોલીસમા વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી તપાસ હાથ ધરી હતી.