વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે આવેલી દુધ સહકારી મંડળીના જુના જર્જરીત થયેલા મકાનને તોડી નવનિર્મિત કરાયેલા મકાનનુ લોકાર્પણ RDC બેંકના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદાના હસ્તે કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમનુ આયોજન રાણેકપર દુધ સહકારી મંડળીના પ્રમુખ અને સરપંચ હુસેનભાઈ શેરસીયા દ્વારા કરાયુ હતુ. આ પ્રસંગે રાજકોટ જીલ્લા દુધ સંઘ ડિરેક્ટર અબ્દુલભાઈ, વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલાબભાઈ, ઉપપ્રમુખ નાથાભાઈ, વાકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ શકીલભાઈ પીરઝાદા, રાજકોટ જીલ્લા સહકારી સંઘના સભ્ય હુસેનભાઈ, વાંકાનેર તા.પંચાયત વિરોધપક્ષ નેતા યુનુશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મ અંતગર્ત ગત વર્ષ દરમિયાન સૌથી વધુ દુર મંડળીમા જમા કરાવનાર પશુપાલક અને દુધ મા વધુ ફેટ મેળવનાર ગ્રાહકોને પુરસ્કાર થકી નવાજીસ કરવામા આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત દ્વારા કરવામા આવ્યુ હતુ.