ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખાનગી શાળા મા મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ આયોજીત રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર લજાઈ દ્વારા નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા, 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તંબાકુ નિયંત્રણ કાર્યક્રમમા પ્રા.આ.કે. લજાઈના મેડીકલ ઓફિસર ડો.સૃષ્ટિ ભોરણીયાએ વિદ્યાર્થીઓને તંબાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શારીરિક અસરો તથા વિવિધ પ્રકારના ભયંકર રોગો વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપેલ હતુ. સ્પર્ધામા ભાગ લેનાર વિધાર્થીઓ પૈકી એક થી ત્રણ નંબરના છાત્રોને સ્કુલ બેગ, કંપાસ, બોટલ, પેન,પેન્સિલ સહિતની શિક્ષણ ઉપયોગી કીટ ના પુરસ્કાર થી પ્રોત્સાહિત કરાયા હતા. આ તકે,તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ પટેલ, મનસુખભાઈ મસોત,જયદીપભાઈ ડામસિયા, શાળાના આચાર્ય અતુલભાઈ વામજા, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.