મોરબીના ઘૂટું ગામે હરિઓમ પાર્ક સોસાયટીમાં મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડો કરી પોલીસે ૨૬ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૩.૧૮ લાખ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હરિઓમ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં મકાનમાં જુગાર રમતા રમેશ પ્રભુ કાલરીયા, પરેશ વાલજી ફૂલતરીયા, મહેન્દ્ર સવજી કાવઠીયા, વિશાલ નંદલાલ કાલરીયા, ચિરાગ રમેશ ત્રેટીયા, હર્ષદ રમેશ રાણીપા, ધવલ ઈશ્વર કૈલા, પીયુષ પરષોતમ બોડા, અમિત મણીલાલ રાજપરા, મણીલાલ ચતુરભાઈ કુંડારિયા, કાન્તિલાલ વાલજીભાઈ કાલરીયા, રાજેશ ચંદુ કાલરીયા, મનસુખ રૂગનાથ નંદાણીયા, શૈલેશ ભગવાનભાઈ સાણંદીયા, રવિ જયંતીભાઈ કાલરીયા, ભાવિક પ્રવીણ ઓરિયા, પરેશ સુંદરજી પટેલ, નીલેશ ઠાકરશી અઘારા, સાગર લવજી અઘારા, રામજી ભવાન વરમોરા, જગદીશ પ્રભુ અઘારા, હરેશ ગણેશ મંડાણી, જનક અરજણ મેરજા, બ્રિજેશ કૈલા, અમૃત મહાદેવ સીતાપરા, પીયુષ રણછોડ પટેલ એમ ૨૬ ને ઝડપી લઈને રોકડ રૂ ૩,૧૮,૦૦૦ જપ્ત કરી છે