મોરબી: લોકઅદાલતમાં રૂપિયા 10 કરોડથી વધુ નું સેટલમેન્ટ

Advertisement
Advertisement

મોરબી : મોરબીમાં શનિવારે જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકો અદાલતમાં કુલ 11430 કેસ રાખવામાં આવ્યા હતા. તેમાંથી લોક અદાલતમાં કુલ 4219 કેસનો નિકાલ કરી 10 કરોડથી વધુ રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.

મોરબી ખાતે યોજાયેલ લોક અદાલતમાં પ્રી- લીટીગેશનના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન – મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના કેસ વગેરે કેસો તેમજ ટ્રાફીકને લગતા ઈ – ચલણ રાખવામાં આવ્યા હતા. જેમાં કુલ 10,04,06,275/- રૂપિયાનું લોક અદાલતમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતનમાં મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મૈયડા, કાનૂની સલાહના લીગલ સચિવ ડી.એ. પારેખ, પ્રિન્સિપાલ ફેમિલી જજ એ.એમ. વાનાણી તથા એડિશનલ ડીસ્ટ્રીક્ટ જજ પંડ્યા સાહેબ તથા બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા સહિતનાઓ હાજર રહ્યા હતા.