ટંકારા:સજનપર ગામે પરપ્રાંતિય તરૂણીએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત.

Advertisement
Advertisement
ટંકારાના સજનપર ગામે ખેતમજુર પરીવાર ની પરપ્રાંતિય પરીવાર ની સગીરાએ ઝેરી દવા ગટગટાવી લેતા તેણી નુ મોત નિપજ્યુ હતુ. જોકે, દવા ગટગટાવી જીંદગી નો અંત આણી લેવા અંગે કારણ અકબંધ રહ્યુ હતુ. પોલીસે તપાસ હાથ ધરી છે.
  ટંકારા તાલુકાના સજનપર ગામના મગન માવજી જીવાણી નામના ખેડુત ને ત્યા પરપ્રાંતિય શ્રમિક પપ્પુભાઈ ડામોર પરીવાર સાથે વતનથી જોજનો દુર પેટીયુ રળવા ગામડે આવી ને વસ્યો હતો.ગામડાના ખેડુતે પોતાના શ્રમિક પરીવાર ને જયા ખેતમજુરી કામ કરે છે. ત્યા ખેતરમા જ આશ્રય સ્થાન બનાવી આપ્યુ હોવાથી સીમમા જ પરપ્રાંતિય પરીવાર વસવાટ કરતો હતો. રાબેતા મુજબ પરીવારના સભ્યો ખેતીકામ મા મશગુલ હતા એ વખતે પરીવાર ની સોળ વર્ષ ની નાદાન ઉંમર ની નિરાલી ડામોર નામની તરૂણીએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી મોત ની સોડ તાણી લીધી હતી. તરૂણીએ વગડામા ઝેરી દવા ગટગટાવી લેતા પરીવારે તાબડતોબ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ  સારવાર મળે એ પૂર્વે જ મોત નિપજ્યુ હતુ. ઝેરી દવા પી જીંદગી નો અંત આણી લેનાર પરીવાર ની આશાસ્પદ સગીરાએ શા માટે મોત ની વાટ પકડી લીધી તે કારણ હાલ અકબંધ રહ્યુ હોય પોલીસે તપાસ હાથ ધરી કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.