Advertisement
Advertisement

જગતના હિત માટે જગતના નાથ મહાદેવના પ્રસનાર્થે વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે શ્રાવણ માસમાં કાયમ યોજાયા લઘુરુદ્ર માસ ના અંતે સમાજના સુખ શાંતિ સમૃદ્ધિ માટે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં આહુતિઓ હોમવામાં આવેલ
વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે શ્રાવણ માસ દરમિયાન નિત્ય યોજાયેલ લઘુરુદ્ર યજ્ઞ શ્રાવણ પૂર્ણ થતાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સાથે બ્રહ્મ ભોજન સાથે મહાપ્રસાદ યોજાયો
વાંકાનેર : શહેરની પ્રજાના આસ્થાના કેન્દ્ર શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નિત્ય રાત્રે ગાયત્રી પરિવાર દ્વારા લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવેલ. જ્યારે શ્રાવણ માસ પૂર્ણ થતાં એકમના દિવસે વિદ્વાન ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી શક્તિપીઠ મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, કિશોરભાઈ જોષી , ભાવેશભાઈ વ્યાસ , કિરણબેન વ્યાસ , દક્ષાબેન સહિતનાઓ ઉપસ્થિત રહી સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે દેશની સલામતી માટેની આહુતિઓ હોમવામાં આવેલ.
ગાયત્રી મંદિરમાં માતાજીના સાનિધ્યમાં શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવેલ નિત્ય લઘુરુદ્ર યજ્ઞના ફળ સ્વરૂપે એકમના દિવસે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજી અશ્વિનભાઈ રાવલ, ભરતભાઈ ઠાકર , કિશોરભાઈ જોષી સહિતનાઓ દ્વારા યજ્ઞમાં આહુતિ આપી સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે જ દેશ અને દુનિયામાં હિન્દુ ધર્મના રક્ષણ તથા પ્રચાર અર્થે શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવેલ લઘુરુદ્ર યજ્ઞના ફળ સ્વરૂપે ગાયત્રી શક્તિપીઠમાં બિરાજમાન દેવાધિદેવ મહાકાલેશ્વર મહાદેવનાં ચરણોમાં સમર્પિત કરી વિશ્વ કલ્યાણ ની પ્રાથના સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. બાદમાં બ્રહ્મ ભોજન સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ગાયત્રી ટ્રાન્સપોર્ટ વાળા ભરતભાઈ ઠાકર દ્વારા ચેક દ્વારા ભૂદેવોને દક્ષિણા આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
.
