વોટ્સએપ પર રોકાણ કરવાની લોભામણી સ્ક્રિપ્ટેડ સ્કીમ સમજાવી ચિટરે શરૂઆતમા ૧૫ લાખ નુ રોકાણ કરાવી નફા ની એન્ટ્રી દર્શાવી લપેટ મા લીધો.

શેર બજાર સહિતની અનેક ઓનલાઈન ચાલતી લોભામણી સ્કીમમો મા જેટ ગતિએ વધુ નફો રળી લેવા ની લ્હાય મા અનેક લોકો ને બુચ લાગી ચુક્યા ના કિસ્સા ઓ છાસવારે પ્રકાશિત થઈ રહ્યા હોવા છતા લાલચુઓ હાથે કરીને ચુંગાલ મા ફસાઈ રહ્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે ટંકારાનો વધુ એક કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમા, ટંકારાનો ઉધોગપતિ યુવાન શેરબજાર ની નફો કરતી લોભામણી લાલચમા ફસાઈ ને એક કરોડ ૧૮ લાખ રૂપિયા ગુમાવ્યા બાદ પોતે ફ્રોડ નો શિકાર બન્યા નુ જ્ઞાન લાધતા અંતે મોરબી સાઈબર ક્રાઈમ સેલમા ફરીયાદ નોંધાવી હતી.
ટંકારા ના જામનગર હાઈવે પર નવ વિકસિત વિસ્તાર ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમા રહેતા મૂળ હરબટીયાળીના વતની પટેલ ભાસ્કરભાઈ જસમતભાઈ સંધાણીએ મોરબી જીલ્લા મથકે સાયબર ક્રાઈમ પોલીસસેલ મા ફરિયાદ નોંધાવી હતી કે, તેના મોબાઈલ પર અજાણ્યા વોટ્સએપ નંબર ૭૫૫૮૬ ૬૪૯૨૯ તથા ૭૦૭૮૫ ૪૧૨૯૨ પર થી શેરબજારમા ઈન્વેસ્ટ કરવાની સ્કીમ મોકલતા મેસેજ બાદ અજાણ્યા શખ્સે રોકાણ કરવા અને તેના લાભ અંગે વોટ્સએપ કોલ થી માહિતી આપી હતી. અને બાદ મા બેંક ખાતામા રોકાણ કરાવ્યુ હતુ. થોડા દિવસો પછી રકમ વધીને નફો મળ્યો હોવાનુ દર્શાવતી એન્ટ્રી ઓનલાઈન બતાવી હતી. વધુ નફો કમાવવા વધુ રોકાણ કરવા પોતે ફરી વધુ અન્ય બેંકના એકાઉન્ટ મા રોકાણ કર્યુ હતુ. બીજા ખાતા મા ફરી નફા નુ ટ્રાન્ઝેકશન થયા બાદ ઉધોગ ધંધા સાથે સંકળાયેલા ફરીયાદી ભાસ્કર સંઘાણી નો વિશ્ર્વાસ કેળવી લઈ લાલચની લાળ મા બરાબર ફસાવી ને આવી ઓનલાઈન ઈન્ફર્મેશન સુચના પ્રમાણે અન્ય બેંકો મા રોકાણ કરવા લાગ્યો હતો. કુલ જુદી જુદી ૧૪ બેંક એકાઉન્ટમા ચિટરોએ ખોટા નામે રૂપિયા એક કરોડ અઢાર લાખ નુ રોકાણ કરાવ્યુ હતુ. ત્યાર બાદ મોબાઈલ પણ બંધ કરી દેવાયા હતા. અને સંપર્ક તુટી જતા પોતે ફ્રોડ નો શિકાર થયાનુ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયુ ત્યા સુધી મા બહુ મોડુ થઈ ચુક્યુ હતુ. અંતે પોલીસના શરણે પહોંચી સાઈબર સેલ મા ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.