ટંકારા તાલુકાના ગજડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Advertisement
Advertisement

સરકારના આદેશ અન્વયે જીલ્લા વિકાસ અધિકારીએ શરૂ કરાવેલી વૃક્ષારોપણ ઝુંબેશ અનુસંધાને ટંકારા ટીડીઓ ના આદેશનુ પાલન કરવા ગજડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા, મદદનીશ ખેતી નિયામક અનિલભાઈ કોરડીયા ઉપરાંત, ચાંપબાઈ મંડલ ના અગ્રણીઓ, વહીવટદાર કાજલબેન ભોરણીયા, પૂર્વ સરપંચ  વિનોદભાઈ, નિવૃત્ત તલાટી એલ ટી બાંભવા, શાળાના આચાર્ય મઠીયા, લાલજીભાઈ જારીયા,દેવાયતભાઈ જારીયા સહિતના ગ્રામજનોએ ગામડે હરીયાળી સર્જન કરવા વૃક્ષો રોપવા સહયોગ આપી જોડાયા હતા.