ટંકારા: સુપ્રિમ કોર્ટ ના અનામત કેટેગરીના ચુકાદાના વિરોધ મા એસસી એસટી સમાજ દ્વારા વિરોધ રેલી યોજાઈ.

Advertisement
Advertisement
સર્વોચ્ચ અદાલતનો ચુકાદો મૂળ નિવાસી દલિત આદીવાસી ના મૂળભૂત હક્કો છીનવી લેવા સમાન ગણાવ્યો.
૧ લી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા SC-ST કેટેગરી ના અનામત નો લાભ આપવામા રાજ્ય સરકાર ને વર્ગીકરણ અનુમતિ આપતો ચુકાદો આપવામા આવ્યો હતો. જેના વિરોધમા SC-ST સમાજ દ્વારા અપાયેલા ભારત બંધના એલાન ને ટંકારા તાલુકા અનુ.જાતિ સમાજ – અનુ.જનજાતિ સમાજ દ્વારા સમર્થન આપી ટંકારા ખાતે રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર પાઠવવા મા આવ્યુ હતુ.
 SC ST સમાજે આપેલા ભારતબંધ ના એલાન મુજબ
ટંકારા તાલુકા અનુસુચિત સમાજ અને અનુસુચિત જનજાતિ સમાજ દ્વારા બંધને સમર્થન આપવા શહેરના ધંધાર્થીઓને અપીલ કરી તાલુકા મથકે રેલી યોજી હતી. નાગજીભાઈ ચૌહાણ, હેમંત ચાવડા, મહેશ લાધવા, ભીલ દિનેશ ગોહેલ, કાનજી ગોહેલ, નિતીન વાઘેલા,અમૃત ચાવડા, હર્ષદ સોલંકી, ખીમજીભાઈ પડાયા, વિનોદ ચાવડા સહિતના એસસી એસટી સમાજના અનેક લોકો દ્વારા યોજાયેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદાર મારફત રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.આવેદનપત્રમા જણાવ્યા પ્રમાણે દેશની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એસસી એસટી સમાજના હક્ક ઉપર તરાપ મારવા સમાન ગણાવી નવા કાયદાથી અન્ય જાતિ સાથે વૈમનસ્ય ફેલાવનારૂ પગલુ ગણાવી પરત ખેંચવા અને જુનો કાયદો ચાલુ રાખવા માંગણી કરવામા આવી હતી. પત્રના અંતે સુપ્રીમ કોર્ટે SC-ST કેટેગરી મા સબ કેટેગરી પાડીને અનામત આપવાની ટકોર કરી છે જેનાથી મૂળ નિવાસી દલિત આદીવાસી ના મૂળભૂત હક્કો છીનવી લેવા સમાન હોય હોય નવો કાયદો રદ કરવાની માંગણી કરી સર્વોચ્ચ અદાલતના ચુકાદા નો વિરોધ વ્યક્ત કરાયો હતો.