ટંકારા:જોધપર ગામે રહેણાંક મકાનમા પોલીસે છાપો મારી ઈંગ્લીશ દારૂ ની ૮૨ બોટલ ઝડપી પાડી.

Advertisement
Advertisement
ટંકારા તાલુકાના જોધપર ગામે ચોક્કસ ઈસમના રહેણાંક મકાનમા વિદેશી દારૂ નો જથ્થો ઉતર્યો હોવાની બાતમી ટંકારા પોલીસને મળતા પોલીસ ગામડે ત્રાટકી હતી. સ્થળ પર થી વિદેશી દારૂ ની ૮૨ બોટલ કિંમત રૂપિયા ૨૭,૮૮૦/-  નો મુદ્દામાલ કબજે કયોઁ હતો. જયારે આરોપી હાજર મળી ન આવતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના જોધપર ગામના જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલા ના રહેણાંક મકાનમા ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઉતયોઁ હોવાની બાતમી ટંકારા ના પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.મોડ ને મળતા પોલીસે જોધપર ગામે છાપો માર્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ ની જુદી જુદી બ્રાન્ડ ની ૮૨ બોટલ કિંમત રૂપિયા ૨૭,૮૮૦/-  નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જોકે, દરોડા દરમિયાન દારૂનો જથ્થો ઉતારનાર જયપાલસિંહ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી નુ પગેરૂ દબાવ્યુ હતુ.