ટંકારાને નગરપાલિકા બનાવવા સામે વિરોધ ઉઠયો.

Advertisement
Advertisement

તાલુકા મથકના સેન્ટર ને મેગા ગ્રામ પંચાયત બનાવી વધુ ગ્રાન્ટ ફાળવી નગરનો વિકાસ સાધવા માંગણી… નગરપાલિકા ના વાઘા પહેરાવી પ્રજાને ટેક્સ સ્લેબ ઉંચો કરી ખંખેરવાની ખંધી ચાલ હોવાનો બળાપો વ્યક્ત કરાયો.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમા ટંકારા ગ્રામ પંચાયત બરખાસ્ત કરી નગરપાલિકા નો દરજ્જો આપી દેવાયો છે. ત્યારે ટંકારા શહેર નો તાલુકો બન્યા ને અઢી દાયકા વિતવા છતા સરકાર સુધારી શકી નથી. અહીંયા વિકાસ ને બદલે રકાસ થયો હોવાનો વસવસો ઠાલવી નગર મા ગંદકી, યુવાધનને રોજગારીની તકો પુરતી મળતી ન હોય તેવા સમયે નગરપાલિકા ન બનાવવા શહેરના એક ખૂણે વિરોધ નો સુર ઉઠ્યો છે. ટંકારાને ગ્રામ પંચાયત તરીકે ચાલુ રાખી સૌ પ્રથમ શહેરની સુરત નગરપાલિકા ને શોભે એવી બનાવવા માંગણી બુલંદ રૂપે ઉઠી છે.
લગભગ ત્રણેક માસ પૂર્વે ટંકારા તાલુકા મથકને ગ્રામ પંચાયત માથી નગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો હતો. હાલ, ગત જુલાઈ મહિનાથી ટંકારામા ગ્રામ પંચાયતનુ શાસન સંપૂર્ણ પણે પૂર્ણ કરી દેવામાં આવ્યા બાદ નગરપાલિકા મા ચિફ ઓફિસર સહિતના સ્ટાફ ની નિમણુંકો કરી દેવામાં આવી છે. અને નગરપાલિકાની હકુમત આવી ગઈ છે. એ ટાંકણે શહેરના હબીબ ઈસા અબ્રાણી ના નેજા હેઠળ અનેક યુવાનોએ નગરપાલિકા શાસન વિધીવત સ્થપાઈ એ પૂર્વે વિરોધ વ્યક્ત કરતી લેખિત રાવ રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના ઓ સમક્ષ કરી  દયાનંદની જન્મભૂમિ ટંકારાની બદતર હાલત અંગે પત્ર મા હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, ટંકારા ને અઢી દાયકા પૂર્વે તાલુકો બનાવાયો હતો. પરંતુ ચોવીસ વર્ષ પછી પણ તાલુકા મથકની હાલત નાનકડા ગામડાથી ખરાબ છે. અહીંયા કોઈ વિકાસ થયાનુ નજરે જણાતુ નથી. તાલુકા કક્ષાની કોઈ પાયાની સવલતો હજુ સરકાર આપી શકી નથી. જેમા, ઈન્ડસ્ટ્રીયલ ઝોન ન હોવાથી આંગળી ના વેઢે ગણાય એટલા ઉધોગો સિવાય પુરતા ધંધા રોજગાર ન હોવાથી યુવાધન બેરોજગારી મા બરબાદ થઈ રહ્યુ છે. એ વિકસાવવા માટે સરકારે પ્રયાસો કરે એ હિતાવહ છે. ઉપરાંત, શહેરની સુરત ગંદકી ના ગંજ ચોતરફ ઉકરડા ના ઢગલા થી બદસુરત છે. એ સુધારવા ગ્રામ પંચાયત ને વધુ ગ્રાન્ટો ફાળવી વિકાસ ની વિપુલ તકો આપવા બુલંદ માંગણી ઉઠાવી હતી. રાજકીય રોટલા શેકવા અને વિકાસના ગાણા ગાવા નગરપાલિકા બનાવી પ્રજાને હથેળી માં ચાંદો બતાવવા નુ માંડી વાળવા નગરપાલિકા નો નિર્ણય અપરિપક્વ હોવાનુ જણાવી નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.  હાલ અહીંયા પાણી નર્મદા આધારીત છે. એ ચાર પાંચ દિવસે વિતરણ થાય છે.એ પાયા ની સવલતો આપી તાલુકા કક્ષાની દરેક કચેરી અને જયા જન આરોગ્ય ની દરકાર લેવાઈ એ સિવીલ હોસ્પિટલ આસપાસ કાયમી ગંદકી ના ઢગલા માણસોને માંદગી ના ખાટલે પાડી રહ્યા છે એનુ નિરાકરણ પ્રત્યે દુર્લક્ષ્ય સેવાઈ છે એ સુધારો કરવાના બદલે રાજકીય દાવ પેચ ખેલી કાગળ પર ના ખેલાતા વિકાસના ખેલ બંધ કરવા રોષ ઠાલવતી લાગણી સાથે માંગણી ઉઠાવી હતી.
—————————————————————————-નગરપાલિકા પ્રજાને મુર્ખ બનાવી ટેક્સ ખંખેરવા નો પ્રિપ્લાન
—————————————————————————–
તાજેતરમા અસ્તિત્વમા આવેલી નગરપાલિકા સામે ટંંકારા શહેરના એક ખૂણેથી નગરપાલિકા ના નિર્ણય સામે ઉઠેલા વિરોધ ના સુર મા દ્ઢ માંગણી ગ્રામ પંચાયત શાસન જ અહીં ની ભોળી પ્રજા માટે યોગ્ય હોવાની રજુઆત કરવા પાછળ એવુ કારણ અપાયુ છે કે, નિયમ મુજબ નગરપાલિકા બનાવવા ૨૫ હજારથી એક લાખ નુ વસતી ધોરણ જોઈએ અહીંયા ટંકારાની વસતી ૧૨ હજાર ઉપરાંત આર્યનગર અને કલ્યાણપર બે ગામડા ભેળવીએ એટલે માંડ ૧૭ હજાર થવા જાય છે. ક્રાઈટ એરીયા મા આવતા ન હોવા છતા નગર પાલિકા ઠોકી બેસાડી વિકાસ ના નામે ચંદા ઉઘરાવવાનુ પ્રિ પ્લાનીંગ છે. ગ્રામ પંચાયત મા વેરો (ટેક્સ) ઓછા હોય છે. અહીંયા વસનારા પરીવારોની આવક સિમીત છે.પાલિકા આવ્યે ટેક્સ સ્લેબ ઉંચો જશે અને સુવિધા ના નામે આમ પ્રજા ખોટી રીતે ખંખેરવાની ખંધી ચાલ ખેલી રાજકીય રોટલા શેકવા ની ગેમ હોવાનુ હબીબ ઈસા એ જણાવ્યુ હતુ.