આજ નો દિવસ ભારતીય ઇતિહાસ નો ખુબજ મોટો પર્વે એટલકે સ્વતંત્રતા દિવસ આજરોજ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ખુબ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે કરવા માં આવી. જેમાં મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડી.પી. મહીડા સાહેબ તથા મોરબી જિલ્લા બાર એસોસિએશન ના પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચાણીયા ના આમંત્રણ ને સહર્ષ સ્વીકારી ને તમામ મોરબી બાર એસોસિએશન ના વકીલ મિત્રો તથા મોરબી કોર્ટ કેમ્પસ નો સ્ટાફ અને તમામ માનનીય જજ સાહેબો અને આમંત્રિત મહેમાનો ની હાજરી માં ધ્વજવંદન ના કાર્યક્રમ સાથે સ્વતંત્રતા પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવા માં આવી.આ પ્રસંગે મોટી સંખ્યા માં વકીલમિત્રો ઉપસ્થિત રહેલ તેનો અને બધા સ્ટાફ મિત્રો , અને બધા માનનીય જજ સાહેબો નો મોરબી બાર એસોસિએશન ના પ્રમુખ શ્રી દિલીપ અગેચાણીયા એ આભાર વ્યક્ત કર્યો.