
ટંકારામા વતનથી જોજનો દુર પેટીયુ રળવા આવેલા બિહારી શ્રમિક યુવાન ને ઝેરી જનાવર કરડી જતા મોત નિપજ્યુ હતુ.
બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે મૂળ બિહાર રાજ્યના બિજનોલી ગામનો પરપ્રાંતિય શ્રમિક મહંમદ ખુર્શીદ મોહમ્મદ યુસુફ નામનો ચોત્રીસ વર્ષિય યુવાન ટંકારા ખાતે મજુરી કામ કરી પેટીયુ રળવા આવ્યો હતો. અને ટંકારાના લતીપર ચોકડી પાસે રહેતો હતો. મંગળવારે રાત્રે તે સુતો હતો એ દરમિયાન અંધારામા ઝેરી જનાવર કરડી જતા તાબડતોબ કોઈ એ તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ ખસેડાયો હતો જેમા વધુ સારવાર માટે પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ રીફર કરાયો હતો. પરંતુ સારવાર કારગત નીવડે એ પૂર્વે જ તેનુ મોત નિપજ્યુ હતુ.