
દર્દી ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવાની કામગીરી કરતી એમ્બ્યુલન્સ હાઈવે પર પસાર થઈ રહી એ વખતે ટંકારા નજીક ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમા એમ્બ્યુલન્સ ચાલક ને ઈજા પહોંચતા સારવારમા ખસેડવાની નોબત આવી હતી. ઈજા પામનાર ચાલકે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મોરબીના મકરાણીવાસમા રહેતા શરીફભાઈ ઉસ્માન સોલંકી એ ટંકારા પોલીસ મા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે પોતે હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ નં. જીજે ૧૮ જી ૮૬૯૭ લઈ મોરબી રાજકોટ હાઈવે પર પસાર થઈ રહ્યા હતા એ વખતે ટંકારાથી બે કીમી દુર રાજકોટ તરફ જતી વખતે ટ્રક નં.જીજે ૧૧ ટી ટી ૯૭૮૬ ના ચાલકે પુરપાટ વેગે એમ્બ્યુલન્સ ની સાઈડ કાપતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા તેઓને સ્ટીયરીગ પેટ મા વાગતા ઈજા પહોંચતા સારવાર લઈ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત ના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.