વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર શહેરના પેડક સોસાયટી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પેડક સોસાયટી નજીક નાગાબાવા મંદિર પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોય ત્યારે વાંકાનેર સિટી પોલીસે જુગાર રમી રહેલા આરોપી (૧) દિપકભાઇ ચતુરભાઇ વિકાણી (૨) અજયભાઇ ચંદુભાઇ વિકાણી (૩) મનહરભાઇ ચંદુભાઇ વિકાણી (૪) જગદિશભાઇ નિતેશભાઇ વિકાણી (૫) મહેશભાઇ ચતુરભાઇ વિકાણી અને (૬) પંકજભાઇ ચંદુભાઇ વિકાણીને રોકડા રૂપિયા ૫૪૬૦ સાથે તીનપતિ રમતા ઝડપી જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.