મોરબી તાલુકાના પીપળી જેતપર હાઇવે પર દારૂની બોટલો સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે પીપળી જેતપર હાઇવે રોડ ઉપર બેલા ગામ નજીક પંચશીલ કોમ્પલેક્ષની સામેથી આરોપી (૧) રાજેશભાઇ મમુભાઇ અખીયાણી,રહે.લાલપર, સીરામીક સીટી, અવધ સીટી ફ્લેટ નં-૨૦૧, મોરબી, મુળગામ-હમીરપર,તા-રાપર જિ-કચ્છ અને આરોપી (૨) રાજેશભાઇ દલસુખભાઇ અઘારા, રહે-ધર્મ મંગલ સોસયટી, ધર્મેન્દ્રભાઇ પટેલના મકાનમાં,સી.એન.જી.પંપની બાજુમાં, મહેન્દ્રનગર ગામ, મુળગામ-આંસલપુર, તા-વિછીંયા જિ-રાજકોટ વાળાને સ્વીફ્ટ કાર નંબર GJ-03-ME-3813 માં ગ્રીનલેબલ બ્રાન્ડ વિદેશી દારૂની ૬૦ બોટલ કિંમત રૂપિયા ૨૦,૪૦૦ સાથે ઝડપી લઈ રૂપિયા ત્રણ લાખની કિંમતની કાર કબ્જે કરી કુલ રૂપિયા ૩,૨૦,૪૦૦નો મુદામાલ ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.