ટંકારા નજીક અમરાપર રોડ પર પશુ સાથે બાઈક ટકરાતા સર્જાયેલા અકસ્માતમા ચાલકનુ મોત.

ટંકારા તાલુકા મથકની પછવાડે આવેલા અમરાપર રોડ પર પસાર થઈ રહેલા બાઈક ચાલક ને રોડ પર પશુ આડુ ઉતરતા બાઈક પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતે બાઈક ચાલક રોડ પર પટકાતા તેનુ સ્થળ પર મોત નિપજ્યુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે અકસ્માતે જીવ ગુમાવનારો યુવાન પરપ્રાંતિય ખેતમજુર હોવાનુ અને નજીક મા કોઈ ખેડુત ને ત્યા ખેતીકામ કરતો હોવાનુ જાણવા મળે છે. જોકે, પોલીસે બાઈક નંબર આધારે તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાની ભૌગોલિક રચના પ્રમાણે ટંકારા થી અમરાપર ટોળ ને જોડતા રોડ પર ટંંકારા નજીક અજાણ્યો પરપ્રાંતિય ખેતમજુર યુવાન કોઈ કામ સબબ રોડ પર બાઈક પર પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન રોડ પર પશુ આડુ ઉતરતા બાઈક પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બાઈક ચાલક શ્રમિક યુવાન રોડ પર પટકાયો હતો. આ વખતે કોઈ રાહદારીએ ઈમરજન્સી ૧૦૮ ને મદદ માટે બોલાવી હતી. પરંતુ સારવાર મળે એ પૂર્વે જ અકસ્માતે ઘવાયેલા અજાણ્યા શ્રમિક યુવાન નુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે સ્થાનિક પોલીસ ને જાણ થતા બાઈક આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.