હળવદના માનસર ગામ નજીક એસટી બસની ઠોકરે બાઇક સવાર યુવકનું કરૂણ મૃત્યુ
ગત તા. ૨૧/૦૭ના રોજ સુરેન્દ્રનગર-મોરબી રૂટની બસ જેના રજી.નં. જીજે-૧૮-ઝેડ-૬૫૭૫ના ચાલકે હળવદ-મોરબી રોડ ઉપર પોતાના હવાલવાળી બસ બેદરકારી તથા ગફલતભરી રીતે રોડ ઉપર ચલાવી હળવદના માનસર ગામ નજીક નાળા પાસે સામેથી આવતા હીરો કંપનીના સીડી ડિલક્સ બાઇક રજી.નં. એમપી-૪૬-એમટી-૫૦૬૦ને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક રાકેશભાઈ છગનભાઇ ડાવર ઉવ.૨૪ને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતમાં મૃત્યુના બનાવ મામલે મૃતકના કુટુંબી ભાઈ કમલ તારાચંદ ડાવર ઉવ.૨૪ હાલ રહે.લખધીરપુર ગામ લીવોલા ગ્રેનીટો મુળરહે.એકલવારા મધ્યપ્રદેશની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.