મોરબીના ભક્તિ નગર સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે ક્રિકેટ નો સટ્ટો રમતો એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે ભક્તિનગર સર્કલ નજીક આવેલ ન્યારા પેટ્રોલપંપ પાસે જાહેરમાં ઓટલા ઉપર બેસી બેટબોક્સ 247 ડોટ કોમ નામની આઇડીમાંથી અન્ય ગ્રાહકો સાથે ફોનમાં હારજીતના સોદા કરી રહેલા આરોપી કાસમ મામદભાઈ દલ રહે.વજેપર અને જ્યેન્દ્રસિંહ નવુભા ઝાલા રહે.નયારા પેટ્રોલપંપ પાછળ મોરબી વાળાને તામિલનાડુ પ્રીમિયર લીગની ડોમેસ્ટિક ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી સોદા લખતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2250, 15 હજારની કિંમતના 3 મોબાઈલ ફોન તેમજ કાગળ અને બોલપેન સહિત 17,250ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.