મૂળ સુ.નગર જીલ્લાના લીંબાળા ગામે રહેતા હાલ ઘુંટુ ગામની સીમમાં આવેલ લાયકોષ બાથવેર કારખાનાની લેબર કોલોનીમાં રહેતા નિલેશભાઇ નાજાભાઇ પંચાલ ઉવ.૨૪ લાયકોષ બાથવેરમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે ત્યારે લાયકોષ કારખાનામાં કામ કરતી યુવતી સાથે તેને મનમેળ થયા અંગેની જાણ યુવતીના પરિવારજનોને થઈ જતા આ બાબતે સમાધાન કરવા નિલેશભાઈને કારખાનાના ગેટ પાસે બોલાવેલ હોય જેથી નિલેશભાઈ તથા તેની સાથે સાગરભાઈ ઉર્ફે રાહુલભાઈ ગયા હોય ત્યારે યુવતીની માતા તથા ભાઈ સહિતના પરિવારજનો દ્વારા નિલેશભાઈને ગાળો આપી માર મારવા જતા હોય ત્યારે નિલેશભાઈની સાથે આવેલ સાગર ઉર્ફે રાહુલ તથા યુવતી વચ્ચે પડતા યુવતીના પરિવારજનો દ્વારા સાગરને ઢીકાપાટુનો માર મારી વાસાના ભાગે છરીનો એક ઘા મારી ઇજાગ્રસ્ત કારેલ હોય. ત્યારે સમગ્ર બનાવ અંગે નિલેશભાઈ દ્વારા આરોપી વિનુબેન શનાભાઇ સોલંકી રહે.ગાંધીધામ કચ્છ, રાહુલભાઇ મોતીભાઇ ડાભી રહે.અમદાવાદ, હસમુખભાઇ શીવાભાઇ પરમાર રહે.લાયકોષ બાથવેર કારખાનામાં તથા અશ્વિનભાઇ શનાભાઇ સોલંકી રહે.ગાંધીધામ કચ્છ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.