મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા જયેશકુમાર ભોજાભાઇ ઉવ.૩૧એ આરોપીઓ હરજીભાઇ ભારાભાઇ રાતડીયા, મસાભાઇ હિન્દુભાઇ રાતડીયા, કાનાભાઇ જસાભાઇ રાતડીયા તથા ધમાભાઇ પોપટભાઇ રાતડીયા વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૮/૦૭ના રોજ ફરિયાદી જયેશકુમાર મોરબીના ઘુંટુ રોડ ઉપર શબરી હોટલ સામે રોડ ઉપર હોય ત્યારે ઉપરોક્ત ચારેય આરોપીઓએ જુના મનદુઃખનો ખાર રાખી બોલેરો ગાડીમાં આવી લાકડાના ધોકા વડે જયેશકુમાર ઉપર હુમલો કર્યો હતો. જે હુમલામાં જયેશકુમારને હાથમાં ફ્રેકચર તથા શરીરે મૂંઢ ઇજાઓ પહોંચી હતી. ત્યારે બનાવની દસ દિવસ બાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.