મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલી યમુનાનગર શેરી નંબર 2 માં રહેતા આ કામના ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે બે જેટલા ઈસમોએ, “તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે” તેમ કહીને માર માર્યો હોય ત્યારે આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ યમુનાનગર શેરી-૨માં બ્લોક નં.૨૧માં રહેતા મહેન્દ્રભાઇ ઉર્ફે માવજીભાઇ પરબતભાઇ ડાંગર ઉવ.૪૦ને યમુનાનગર વિસ્તારમાં રહેતા બે શખ્સો સાગર ધીરૂભાઇ ચાવડા તથા રાજદીપ ઉર્ફે છોટીયો મીયાત્રાએ એકસંપ કરી મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈને કહેલ કે અમારી પોલીસમાં બાતમી કેમ આપે છે તેમ કહી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો નાસી ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈને હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચતા બંને આરોપીઓ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.