વાંકાનેરના મિલ સોસાયટી પાસે વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા એકની અટક કરી જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે મિલ સોસાયટી નજીક દરોડો પાડી ગેબી પાન સામે વર્લીફિચર્સના આંકડાનો જાહેરમાં જુગાર રમી રમાડતા ક્રિપાલસિહ બાબુભા જાડેજા ઉવ.૩૮ રહે. મીલકોલોની રેલ્વે સ્ટેશન રોડ વાંકાનેરની સ્થળ ઉપરથી રંગેહાથ અટક કરવામાં આવી છે, પોલીસે આરોપી પાસેથી વર્લી મટકાના આંકડા રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ. ૧૦,૬૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે જુગરધારા હેઠળ ગુનો નોંધાયો છે.