એ.સી.ના કમ્પ્રેસરને અડી જતાં વીજી શોક લાગતા યુવાનનું મોત

Advertisement
Advertisement

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન સીરામીક ફેક્ટરીમાં ગત તા. ૧૧/૦૭ના રોજ ગ્લેઝની ગટર સાફ કરતી વેળા એ.સી.ના કંપ્રેસરને અડી જતા મૂળ ઝારખંડ રાજ્યના તેગરાઈ ગામનો વતની હાલ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા રેગોભાઇ સીદીલભાઇ સવાઇયા ઉવ.૩૦ને જોરદાર વીજ શોક લાગ્યો હતો. ત્યારે સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે રેગોભાઈને મૃત જાહેર કર્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ હાથ ધરી છે.