મોરબી માળિયા મીયાણા હાઇવે પરથી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી માળિયા મીયાણા હાઇવે પર મામા ભાનજા હોટલ સામેથી એક શખ્સ પાસેથી વિદેશી દારૂ અને બિયર ના જથ્થો મળી આવ્યો હોય ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહી અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – માળીયા મિયાણા હાઇવે ઉપર મામા ભાનજા હોટલ સામેથી માળીયા મિયાણા પોલીસે આરોપી મોહિતપુરી નિલેશપુરી ગૌસ્વામી ઉ.33 રહે.કારીયા સોસાયટી, વાવડી રોડ, મોરબી નામના શખ્સને વિદેશી દારૂની 12 બોટલ તેમજ બિયરના 24 ટીન મળી કુલ રૂપિયા 6000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.