વાંકાનેર તાલુકાના વરડુસર ગામે જાહેરમાં જુગાર પાંચ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડયા છે. ત્યારે તેના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે વરડુસર ચોકડી પાસે દરોડો પાડી આરોપી (૧) રણછોડભાઇ મયાભાઇ ડાભી, રહે.વરડુસર તા.વાંકાનેર (ર) જગદીશભાઇ ધરમશીભાઇ વીંઝવાડીયા, રહે.વરડુસર તા.વાંકાનેર (૩) હઠાભાઇ ઝાલાભાઇ લામકા, રહે.વરડુસર તા.વાંકાનેર (૪) પ્રેમજીભાઇ ઉર્ફે પેમાભાઇ અમરશીભાઇ ઝરવરીયા, રહે.રાજગઢ તા.વાંકાનેર અને (૫) ગોપાલભાઇ રૂડાભાઇ લાંબરીયા, રહે.પલાસ તા.વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 4000 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.