ટંકારા તાલુકાના હિરાપર, કલ્યાણપર,હિરાપર,સરાયા,સાવડી, હરબટીયાળી,નાનાખિજડીયા સહિતના અનેક ગામડામા મેઘો મહેરબાન થયો અનરાધાર વરસાદ પડતા નદી નાળા છલકાયા


ટંકારામા છેલ્લા રાબેતા મુજબ દિવસભર ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે વાતાવરણમા પલટો આવ્યા બાદ સવા ઈંચ (૨૯ મીમી) વરસાદ નોંધાયો હતો. જોકે, પંથકના અનેક ગામડાને મેઘરાજાએ ધમરોળી નાંખ્યા હતા. તાલુકાના સરાયા, ઓટાળા, હિરાપર, કલ્યાણપર સહિતના અનેક ગામડામા મુશળધાર વરસાદ પડતા નદી નાળા છલકાઈ ને બે કાંઠે પાણી વહેવા લાગ્યા હતા. જેમા, નેસડા મા ગામડાનો યુવક તણાયો હતો. પરંતુ ગામડાના લોકો એ ત્વરીત મદદે પહોંચી ઉગારી લીધો હોવાના સુખદ સમાચાર જાણવા મળ્યા હતા.


મેઘરાજાની ચાલુ થયેલી બીજી ઇનિંગ્સ મા બુધવારે રાબેતા મુજબ દિવસભર ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે સવા ઈંચ (૨૯ મીમી) વરસાદ પડ્યો હતો. જોકે, તંત્રના ચોપડે મામલતદાર કચેરી ખાતે કંટ્રોલરૂમ ઉપર વરસાદ માપ ની વ્યવસ્થા હોવાથી શહેરમાં પડતો વરસાદ નોંધાયો હોય પરંતુ નજીકના હરબટીયાળી, હિરાપર, સરાયા, નેસડા, સાવડી, કલ્યાણપર, નાનાખિજડીયા સહિતના પંથકમા મુશળધાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ સાંપડયા હતા. જેમા, ગામડાના નદી નાળા છલકાઈ ગામડામા વરસાદના પાણી આવી ગયા હતા. જેમા, નેસડા ગામે બે યુવાન મિત્રો પાણી ના ધોધમાર વહેણમા બાઈક સહિત તણાયા હતા જોકે, ગામઠી લોકો એ જુગાડ કરીને તણાયેલા બંને યુવકોને બચાવી ખરા સમયે મરદોવાલી સરાહનીય મદદ કરી હતી. અત્રે, મોરબી લાઈવ ના વાંચકો માટે હિરાપરથી વ્રજ પટેલ, ઓટાળાથી રાજુભાઈ ગોલતરે તસવીરો મોકલી છે. જેની મોરબી લાઈવ મિડીયા સરાહના કરે છે.