મોરબી માળિયા મીયાણા નેશનલ હાઈવે પર હરીપર કેરાળા ગામના બસ સ્ટેશન નજીક મોરબી તાલુકા પોલીસે નાનીવાવડી ગામે રહેતા એક શખ્સને વિદેશી દારૂના 24 ચપલા સાથે ઝડપી પાડ્યો છે. ત્યારે તેના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર હરિપર કેરાળા ગામના બસસ્ટેન્ડ સામેથી મોરબી તાલુકા પોલીસે મોરબીના નાની વાવડી ગામે રહેતા આરોપી વિનોદ હરખજીભાઈ રૂપાલા નામના શખ્સને વાઈટ લેસ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂના 24 ચપલા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.