ટંકારા તાલુકાના લજાઈ ગામે ખાડામાં પડી જતા સગીરાનું મોત

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના લજાઈ ગામે વાડીની બાજુમાં આવેલ પાણીના ખાડામાં પડી જતા સગીરાનુ મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી ટંકારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે સુરજભાઈ અંબારામભાઈ કોટડીયાની વાડીમાં રહેતા ખેતશ્રમિક પરિવારની સંગુબેન કાનજીભાઈ મેડા ઉ.16 નામની સગીરા વાડીની બાજુમાં આવેલ પાણીના ખાડામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.