મોરબી તાલુકાના ચકમપર ગામે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતા 31 વર્ષથી યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં ચિરાગ શંકરભાઇ બાવરવા ઉ.31 રહે.અણિયારી ગામ નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.